તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મટિરિયલ સપ્લાયની ના પાડતા કોન્ટ્રાક્ટર્સ સામે પગલાં ભરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મટિરિયલ સપ્લાયની ના પાડતા કોન્ટ્રાક્ટર્સ સામે પગલાં ભરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરમાંબનાવવામાં આવતા રસ્તા માટેનુ જરૂરી એવુ મટીરીયલ્સ સપ્લાય કરવા માટેનુ ટેન્ડર ભરપાઇ કર્યા બાદ મટીરીયલ્સના ભાવ વધતા ટેન્ડર ભરનાર કેટલાય કોન્ટ્રાકટરોએ રસ્તાનુ મટીરીયલ્સ સપ્લાય કરવાની ના પાડી હતી. તેના કારણે સ્થાયી સમિતિના ચેરમેને ના પાડનાર કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવાના આદેશ આજે સ્થાયી સમિતિમાં આપ્યા છે.

મહાપાલિકાના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના રસ્તા ખરાબ થઇ જાય ત્યારે તેને નવા બનાવવા અથવા તો તેને રીપેર કરવા માટે રસ્તાનુ મટીરીયલ્સ સપ્લાય કરવા માટે એજન્સી પાસે ઓફર મંગાવી હતી. તેમાં ઓફર આપ્યા બાદ રસ્તાના મટીરીયલ્સના ભાવ વધી જતા ઓફર આપનાર કોન્ટ્રાક્ટરોએ મટીરીયલ્સ સપ્લાય નહીં કરવા પાલિકાને લેખિતમાં જાણ કરી હતી. તે અંગેનો નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.તેમાં સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે કોન્ટ્રાકટરો પ્રમાણે પાલિકાનુ નાક દબાવવાની કોશિષ કરે તે જરા પણ ચલાવી લેવાય નહીં. તેથી ના પાડનાર એજન્સી સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે જ્યારે તમામ ઝોનમાં રસ્તાના મટીરીલ્સ માટે ફરીથી ટેન્ડર મંગાવીને ઝડપથી કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. જોકે હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ હોવાના લીધે ચોમાસા બાદ રસ્તા રીપેર કરવાની કામગીરી કરવાની હોવાથી તે પહેલા તમામ કાર્યવાહી પુરી કરી દેવામાં આવે તે માટેની પણ સુચના આપવામાં આવી છે.

ગોપી તળાવમાં એક માસમાં ફૂવારા શરૂ કરી દેવા અલ્ટિમેટમ

ગોપીત‌ળાવમાં ફાઉન્ટેઇન ફીટ કરીને તેને કાર્યરત કરવા માટેનો કોન્ટ્રાકટ લીધા બાદ સમય મર્યાદામાં કામ કરવામાં આવ્યુ નહીં હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.તેમાં એજન્સીને આજે સ્થાયી સમિતિમાં રૂબરૂ સાંભળવામાં આવ્યા બાદ આગામી એક મહિનામાં બાકીની તમામ કામગીરી પુરી કરી દેવામાં નહીં આવે તો બ્લેકલીસ્ટ કરવાની ચિમકી આપી છે.

રોડ મટિરિયલ્સના ભાવ વધી જતાં ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટરોએ સપ્લાય કરવા ના પીડી દીધી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો