તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ઢગલાબંધ ભૂલોથી 22 સ્ટેમ્પ વેન્ડરોને કારણદર્શક નોટિસ

ઢગલાબંધ ભૂલોથી 22 સ્ટેમ્પ વેન્ડરોને કારણદર્શક નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અને જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં મામલતદાર દ્વારા કરાયેલી તપાસમાં જુદાજુદા પ્રકારની ક્ષતિ મળી આવતા 22 સ્ટેમ્પ વેન્ડરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આ સ્ટેમ્પ વેન્ડરોએ ઓછા સ્ટેમ્પ લીધા હતાં તેમજ ચોપડામાં એન્ટ્રી નહીં કરવા જેવી બાબતો સામે આવી હતી.

સરકારે મુકેલી મનાઇ હળવી થતા જ સુરતમાં સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ મેળવવા માટે રાફડો ફાટી નીકળ્યો હતો. સુરતમાં 300થી વધુ લાયસન્સ ઇસ્યુ થયા હતા. જોકે,આ નવા લાયસન્સ ધારકોને કોઇ ગતાગમ ન હોવાને કારણે સ્ટેમ્પ પેપર લેવા માટે સિટીપ્રાંત કચેરી પર પહોંચી ગયા હતા. નિયમ પ્રમાણે કામગીરી નહી કરતા સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટરએ તમામ મામલતદારોને સ્ટેમ્પ વેન્ડરની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોના 65 વેન્ડરોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાના ઉધનાના 16 તથા મજુરાના 6 મળીને કુલ 22 સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં ક્ષતિ મળી આવી હતી. આ 22 સ્ટેમ્પ વેન્ડરોને ગઇકાલે સિટીપ્રાંત અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...