તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat એકલતાથી કંટાળી જહાંગીરપુરાના યુવકેે ઝેરી દવા પી આપઘાત કર્યો

એકલતાથી કંટાળી જહાંગીરપુરાના યુવકેે ઝેરી દવા પી આપઘાત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જહાંગીરપુરા રહેતા અને મુળ ઓલપાડના સાંસક ગામના રહેવાસી વિકી ઉદયસિંગ વણકર(25) કુરીયર કંપનીમાં નોકરી કરતા હતા. અગાઉ તેઓ જહાંગીરપુરામાં માતા પિતા સાથે રહેતા હતા. જોકે માતા પિતા થોડો સમય પહેલા જ ગામમાં રહેવા જતા રહ્યા હતા. જ્યારે વિકી જહાંગીરપુરામાં એકલા રહેતા હતા. દરમિયાન એકલતાથી કંટાળીને તેણે ગઈ તા.27મી સપ્ટેમ્બરના રોજ તેમણે વૈષ્ણોદેવી ટાઉનશીપ પાસે નહેર પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક વિકીએ એકલતાથી કંટાળીને આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...