તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ભડકાઉ મેસેજ વાઇરલ કરનાર કૈલાસનગરનો યુવક ઝડપાયો

ભડકાઉ મેસેજ વાઇરલ કરનાર કૈલાસનગરનો યુવક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડીયા પર એક ભડકાઉ મેસેજ વોટસએપ પર વાયરલ કરનારની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. અગાઉ દોઢ વર્ષ પહેલા તેમના એક વિડીયો આવ્યો જેમાં હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય હતી. જેના કારણે આવેશમાં આ‌વી વોટસએપ ગૃપમાં મેસેજ વાયરલ કર્યો હતો. મેસેજમાં હિંદીમાં લખ્યું હતું કે ‘ ભાઈઓ યહ સુરત શહેર મે ગોપીપુરા મોમનાવાડ કે રહને વાલે બાગ્લાદેશી બંગાલી મુસલમાન હૈ જો સુરત ગુજરાત મે રહકર હિન્દુ ધર્મ રાષ્ટ્ર સંસ્કૃતિ વ દેવી દેવતાઓ કો અશ્લીલ ગાલીયા દે રહે હૈ, યહ લોગ સૈયદપુરા, બેગમપુરા ઔર ચૌટાબજાર મે ભી દેખે ગયે હૈ, અગર યહ કિસી કો દિખે તો તુરંત 100 પર ફોન કર ધાર્મિક આસ્થા કી માનહાનિ કા ગુના લગા શકતે હૈ લેકિન ધ્યાન રખે પુલીસવાલે બિકે હુએ ના હો ’ આ ભડકાઉ મેસેજને શખ્સે સોશિયલ મીડિયાના વોટસએપ ગૃપમાં કોઈકે સેન્ડ કર્યુ હતું. આ મેસેજને પગલે શહેરની શાંતિ જોખમાય નહિ અને બન્ને કોમો વચ્ચે ભાઈચારો બની રહે તેવા હેતુથી મેસેજને ગંભીરતાથી લઈ ડીસીબીમાં ગુનો નોંધાયો હતો. જેના આધારે તપાસ કરી મેસેજ વાયરલ કરનાર જયકિશન રાજેશ સોદાગર (ઉ.વ.20)(રહે, કૈલાશનગર એપાર્ટમેન્ટ, અઠવા)ની ધરપકડ કરી છે. આ શખ્સ બેનર પેસ્ટીંગ અને ડિઝાઈનરનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...