તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ફાઇનાન્સ કંપનીના નામે ફોન કરી ટોળકીએ વેપારી સાથે 2.50 લાખની છેતરપિંડી કરી

ફાઇનાન્સ કંપનીના નામે ફોન કરી ટોળકીએ વેપારી સાથે 2.50 લાખની છેતરપિંડી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાડી અને લેસનો વેપાર કરતા જીગર શાહ રહે: અડાજણ, મહેરનગર)એ થોડા સમય પેહલા બજાજ ફાઇનાન્સમાંથી લોન લઇને ટી.વી.ખરીદ્યું હતું. ત્યારબાદ એક યુવતીનો ફોન આવ્યો પોતાનું નામ પૂજા જણાવ્યું હતું ને બીજી લોન જોઈતી હોય તો મળશે એમ કહીને રૂ.૫ લાખની લોનની ઓફર કરી હતી. પૂજાના ફોન બાદ બીજા બે અલગ અલગ વ્યક્તિઓએ જીગર શાહની સાથે વાત કરી હતી અને લોન માટે એગ્રીમેન્ટ અને બીજી કાર્યવાહીના રૂ.2.૫૦ લાખ ભરવા પડશે ,તેમ કહ્યું હતું જીગર શાહએ ગ્લોબલ સોલ્યુશનના દિલ્હીના ખાતામાં રૂ.2.૫૦ લાખ જમા કરાવી દીધા હતા. જીગર શાહને શંકા જતાં બજાજ ફાઇનાન્સની સુરતની ઓફિસમાં તપાસ કરી હતી જેમાં આવો કોઈ ફોન કંપની દ્વારા કરવામાં નહિ આવ્યો હોવાનું કેહવાયું હતું.બનાવ અંગેે અડાજણ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...