તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat હીરાની કંપનીનો મેનેજર જ 19 લાખના હીરા ગપચાવી ગયો

હીરાની કંપનીનો મેનેજર જ 19 લાખના હીરા ગપચાવી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ, નંદુડોશીની વાડી, લાભ કોમ્પ્લેક્સમાં મોરડિયા બ્રધર્સ નામે હીરાની કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત હાર્દિક રમેશ માંડણકાએ તારીખ 27-8-18થી તા. 6-10-18 સુધીના સમયગાળામાં રૂપિયા 19,08,000ની કિંમતના 477 કેરેટ હીરાની ઉચાપત કરી હતી. આ હીરા બારોબાર વેચી પણ માર્યા હતા. આખરે આ મામલો પ્રકાશમાં આવતા હીરાની કંપનીના અન્ય મેનેજર નીલેશ પ્રેમજી માણિયાએ કતારગામ પોલીસ મથકમાં હાર્દિક (રહે: જીવનધારા રો હાઉસ, કડોદરા ગામ) સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...