પોસ્ટની પત્ર લેખન સ્પર્ધા, 30મી સુધી એન્ટ્રી કરી શકાશે

સુરત | ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા શહેરીજનોની રાઇટિંગ સ્કિલને ડેવલોપ કરવા માટે રાષ્ટ્રીય લેટર રાઇટિંગ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Surat - પોસ્ટની પત્ર લેખન સ્પર્ધા, 30મી સુધી એન્ટ્રી કરી શકાશે
સુરત | ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા શહેરીજનોની રાઇટિંગ સ્કિલને ડેવલોપ કરવા માટે રાષ્ટ્રીય લેટર રાઇટિંગ કોમ્પિટિશન અન્ડર ધ ઢાઈ અખર વિષય પર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 18 કે તેથી વયના લોકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રખાઇ છે. અરજદારોએ અરજી પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની રહેશે. આ સ્પર્ધાનો વિષય મેરે દેશ કે નામ ખત રાખવામાં આવ્યો છે. પત્ર લેખન સ્પર્ધામાં સ્પર્ધક અંગ્રેજી, હિન્દી અને કોઈપણ લોકલ ભાષાનો ઉપયોગ કરી શકશે. લેટર લખવામાં એ 4 સાઈઝના પેપરમાં 1000 શબ્દો અને ઇન્લેન્ડ લેટર કાર્ડમાં 500 શબ્દોથી વધુના હોવા જોઈએ. પત્ર લખ્યા બાદ સ્પર્ધકે ધ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ અમદાવાદના નામે મોકલવાનું રહેશે. વિજેતાઓને ઓલ ઇન્ડિયા લેવલે પ્રાઇઝ આપવામાં આવશે.

X
Surat - પોસ્ટની પત્ર લેખન સ્પર્ધા, 30મી સુધી એન્ટ્રી કરી શકાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App