તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat બે સંતાનો સાથે બાઇક પર જતાં દંપતીને ટેમ્પોચાલકે અડફેટમાં લેતાં પતિનું મોત

બે સંતાનો સાથે બાઇક પર જતાં દંપતીને ટેમ્પોચાલકે અડફેટમાં લેતાં પતિનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્ર અને પુત્રી સાથે બાઈક પર નિકળેલા દંપતીને ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્ની અને બન્ને સંતાન ઘવાયા હતા. બનાવ અંગે લિંબાયત પોલીસે થ્રી વ્હીલ ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર ગોડાદરા પ્રિયંકા નગર-2 ખાતે રહેતા રામજીભાઈ ગીરધરશ્યામ શુક્લા(32) ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવતા હતા. શનિવારે રાત્રે તેમની પુત્રી નિશા(11)અને પુત્ર આયુષ(7)એ ચાઈનીઝ ખાવા જવાની ઈચ્છા વ્યક્ત કરતા રામજીભાઈ તેમની પત્ની રૂચીબેન(30)અને બન્ને સંતાનો સાથે બાઈક પર ચાઈનીઝ નાસ્તો કરવા માટે ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન ગોડાદરા સાંઈસૃષ્ટી રેસીડન્સીના ગેટ સામે પુરપાટ ઝડપે આવતા એક થ્રી વ્હીલ ટેમ્પોના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં રૂચીબેન અને બન્ને સંતાન બાઈક પરથી ફંગોડાઈ ગયા હતા અને રામજીભાઈ પણ બાઈક પરથી પટકાઈ ગયા હતા. રામજીભાઈના માથા પરથી ટેમ્પોનું વ્હીલ ફરી વળતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી ચારેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રામજીભાઈને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે અજાણ્યા થ્રી વ્હીલ ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...