Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - એક્ઝોટિક પીત્ઝા વર્કશોપમાં સુરતીઓએ આપ્યો ઇન્ડિયન તડકાથી સુરતી ચટકો

એક્ઝોટિક પીત્ઝા વર્કશોપમાં સુરતીઓએ આપ્યો ઇન્ડિયન તડકાથી સુરતી ચટકો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:31 AM

શ હેરનાં વેસુ વિસ્તારની એક કુકિંગ ઇન્સ્ટિટ્યુટમાં એક્ઝોટીક પીત્ઝા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં...

  • Surat - એક્ઝોટિક પીત્ઝા વર્કશોપમાં સુરતીઓએ આપ્યો ઇન્ડિયન તડકાથી સુરતી ચટકો
    શ હેરનાં વેસુ વિસ્તારની એક કુકિંગ ઇન્સ્ટિટ્યુટમાં એક્ઝોટીક પીત્ઝા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શહેરનાં 15 મહિલાઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં કુકિંગ એક્સપર્ટ શેબી અગ્રવાલે સ્ટુડન્ટ્સને ઇન્ડિયન તડકા, ક્રિમ એન્ડ ઓનિયન, વેજી ડિલાઇટ, રોમેનિયા, ચીઝ બર્સટ અને નો ચીઝ પીત્ઝા જેવા પિઝા બનાવતા શિખવાડ્યુ હતુ.

    ઇન્ડિયન તડકા

    ઇન્ગ્રીડિયન્સ | પીત્ઝા ડો- 1 નંગ, પીત્ઝા સોસ-2 ટેબલ સ્પુન , મેરીનેટ કરેલુ પનિર- 1 કપ (250 ગ્રામ), કેપ્સિકમ- 1/2 નંગ, કાંદા-1/2 નંગ, ટામેટા- 1/2 નંગ, પીત્ઝા ચીઝ- 2 કપ

    આવી રીતે બનાવો ‘ઇન્ડિયન તડકા’

    મેથડ | (પનીર મેરીનેટ કરવા માટે), 250 ગ્રામ પનિર લો અને એનાં ચોરસ ટુકડા કરો, એક બાઉલમાં 5 ટેબલ સ્પુન તેલ લો, તેલમાં લાલ મરચુ, પંજાબી મસાલો, મીઠુ સ્વાદ અનુસાર, 2 ટી સ્પુન આદુ-લસણની પેસ્ટ 2 ટી સ્પુન મરચાની પેસ્ટ નાખો અને મિક્સ કરો. ત્યાર બાદ એમાં 4 ટેબલ સ્પુન દહીં નાંખો અને બરાબર મિક્સ કરો, કાપેલા પનિરનાં ટુકડાને બાઉલમાં મિક્સ કરો અને 6 કલાક માટે ઢાંકીને મેરિનેટ થવા દો.

    મેથડ | પીત્ઝા સોસને પીઝો ડો પર સ્પ્રેડ કરો, પિઝા ડો પર કાપેલા વેજીટેબલ્સને ગાર્નિશ કરો, ત્યાર બાદ એનાં પર મેરિનેટ કરેલા પનિરનાં ટુકડાઓ નાખો, પીત્ઝા પર ચીઝ ગાર્નિશ કરો, પિઝાને ઓવનમાં 250 ડિગ્રી તાપમાન પર 10 થી 15 મિનિટ સુધી ગરમ થવા દો, પીત્ઝાને ઓવનમાંથી કાઢી સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ગરમા ગરમ એન્જોય કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ