તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat દિલ્હીમાં સુરત શારજાહ ફ્લાઇટ મુદ્દે મીટિંગ

દિલ્હીમાં સુરત-શારજાહ ફ્લાઇટ મુદ્દે મીટિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સુરત એરપોર્ટથી પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડવા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જોકે ઓક્ટોબરના અંત સુધીમાં સુરત -શારજાહ-સુરત ફ્લાઇટ ઉડાડવાની જાહેરાત કરાઇ હતી. આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઓપરેશન માટે કેટલીક ઔપચારિકતાઓ હજી બાકી છે. ગત ગુરુવારે એરપોર્ટ ડાયરેક્ટર દિલ્હી પહોંચ્યા હતા. એએઆઈના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા વિદેશ હોવાને લીધે સુરતથી ઉડનારી પહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બાબતે અન્ય અધિકારીઓ સાથે મીટિંગમાં શામેલ થયા હતા. એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે, મેં દિલ્હીમાં સેન્ટ્રલ હેડક્વાર્ટરની ઓપરેશનલ ટીમ સાથે પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ સંદર્ભે એર ઇન્ડિયાની જરૂરિયાતો બાબતે ચર્ચા કરી છે. મીટિંગમાં એએઆઈ ચેરમેન શામેલ થયા ન હતા. ઉલ્લેખનીય છે કે સુરત-શારજાહ-સુરત ફલાઇટ માટેના સ્લોટ શિડ્યુઅલને મંજૂરી મળવાની બાકી છે. એર ઇન્ડિયા અને એએઆઈ વચ્ચે ફ્લાઇટના ટાઈમિંગ બાબતે સહમતી થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...