સિટી રિપોર્ટર | સુરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

સુરતજીલ્લા પંચાયત ખાતે હાલના જીલ્લા વિકાસ અધિકારીએ સિસ્ટમમાં સુધારો કરી એક નવી એપ્સ શરૂ કરી છે. જેમાં નો ફાઈલ વર્ક ઓનલાઈનથી કામ થશે. એટલે કે કોઈ પણ કામ પૂર્ણ થાય તેને સીધુ સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. માટેનું પ્રેઝન્ટેશન બે દિવસ પહેલા ગાંધીનગર ખાતે જીલ્લા વિકાસ એજન્સીના કમિશનરની સમક્ષ કરવામાં આવ્યુ હતું. જ્યાં તેમને યોજના આગામી બે મહિનામાં સુરત મોડલ પર લાગુ કરવા માટે નક્કી કર્યુ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જીલ્લા પંચાયત ખાતે હાલ થતી કામગીરીઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ડીડીઓ દ્વારા નવો કિમીયો અપનાવાયો છે. એટલે કે પંચાયત ખાતે થતી કોઈ પણ કામગીરીનો રિપોર્ટ તરત અપલોડ કરવાનો રહેશે. ધારકો રસ્તાની કામગીરી શરૂ કરતા પહેલા ત્યાંનો ફોટો લઈને અપલોડ કરવો જેણે જીપીએસ સાથે જોડવામાં આવશે. ત્યાર પછી કામ પૂર્ણ થાય પછી તેનો ફોટો મુકવાનો રહેશે જે જીપીએસથી કનેક્ટ કરી ચેક કરાશે. પછી તેનું પેમેન્ટ સીધુ ઓનલાઈન જમા કરી દેવામાં આવશે. તેવી રીતે કામ માટેની ફાઈલ કે પછી એનએ માટેની ફાઈલ એક ટેબલથી બીજે ટેબલ પર જાય તો દર વખતે તેને અપડેટ કરવાનંુ રહેશે.

જીઓ પ્રતિભા એપ્સ રાજ્યમાં લાગુ થશે

અન્ય સમાચારો પણ છે...