ફિઝિયો કોલેજના નિર્ણયો કાઉન્સિલ કરશે
સુરત |રાજ્યની તમામ ફિઝિયોથેરાપી કોલેજના સિલેબસ તેમજ નિતી - નિયમો એક સમાન જોવા મળશે. કારણ કે, રાજ્ય સરકારે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની રચના કરી છે. જે રાજ્યની તમામ યુનિ. ની ફિઝિયોથેરાપી કોલેજોની સત્તા પોતાની પાસે લઈ રહી છે. ત્યારે નર્મદ યુનિ. 30 જૂને સિન્ડિકેટની બેઠકમાં પોતાની તમામ ફિઝિયોથેરાપી કોલેજોની સત્તા કાઉન્સિલને સોંપશે. અત્યાર સુધી શહેરની તમામ ફિઝિયોથેરાપી કોલેજના સિલેબસ તેમજ નિતી નિયમો વીર નર્મદ દક્ષિણ ગુ જરાત યુનિવર્સિટી કરતી હતી. ત્યારે તાજેતરમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી - ગુજરાત સ્ટેટ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરને પત્ર લખ્યો હતો.
જેમાં લખાયું હતું કે, ગુજરાત સરકારે રાજ્યમાં ફિઝિયોથેરાપી કાઉન્સિલની રચના કરી છે. જેના ગેઝેટ પણ જાહેર કરાયા છે. 30 જૂને મળનારી સિન્ડિકેટની બેઠકમાં યુનિ.ની તમામ ફિઝિયોથેરાપી કોલેજની સત્તા કાઉન્સિલને સોંપશે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં 30 જૂને સિન્ડિકેટની બેઠક