• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરામાં સ્યુસાઇડ નોટ લખી આધેડે ફાંસો ખાધો

પાંડેસરામાં સ્યુસાઇડ નોટ લખી આધેડે ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાંરહેતા અને સંચા-ખાતામાં નોકરી કરતા પરપ્રાંતીય આધેડે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. મૃતક દારૂની કુટેવ ધરાવતો હોય જેથી ઘરમાં અવારનવાર ઝઘડો થતાં આત્મહત્યા કરી હોવાનું તેની પાસેથી મળેલી સ્યુસાઇડ પરથી બહાર આવ્યું છે.

પાંડેસરા સુખીનગરમાં રહેતા બાબુસિંગ પાંડુરંગ રાજપુત (ઉ.વ 48) સંચા-ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમ્યાન શુક્રવારે સાંજે ઘરમાં ફાંસો ખાઇ બાબુસિંગે જીવનનો અંત આણી દીધો હતો. બાબુસિંગ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં મરાઠીમાં લખ્યું હતું કે પોતે દારૂ પીતો હોય ઘરમાં પરિવારના સભ્યો સાથે અવારનવાર ઝઘડો થતો હતો. જેથી પગલું ભર્યું છે. બાબુસિંગના આપઘાતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયેલા મૃતકના સગાસંબંધીઓના જણાવ્યા પ્રમાણે દારૂની કુટેવથી દંપત્તિ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

દારૂની કુટેવે આધેડે જીવન ટૂંકાવ્યું

ઘરમાં ઝઘડો થતાં પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ, બે સંતાનોએ છત્રછાયા ગુમાવી

અન્ય સમાચારો પણ છે...