• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હર્ષ સંઘવીને BJP યુવા મોરચામાં ડિગ્રેડ કરી ઉપાધ્યક્ષ બનાવાયા

હર્ષ સંઘવીને BJP યુવા મોરચામાં ડિગ્રેડ કરી ઉપાધ્યક્ષ બનાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રીય યુવા મોરચાના મંગળવારે જાહેર થયેલા નવા માળખામાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને રાષ્ટ્રીય મહામંત્રીમાંથી ઉપાધ્યક્ષ બનાવી દેતા ડિગ્રેડ કરી દેવાયાની શહેર ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે.

ભાજપમાં પ્રમુખ પછી સૌથી મહત્વનો હોદો મહામંત્રીનો છે. જ્યારે બાકીના પદો ભાજપના વર્ષો જૂના કાર્યકરોને સાચવવા માટે નિમણૂંક કરવામાં આવતી હોય છે. કારણ કે શહેર હોય, પ્રદેશ હોય છે રાષ્ટ્રીય સ્તરે બેથી ત્રણ મહામંત્રીની નિમણૂંક અત્યાર સુધી કરવામાં આવતી હોય છે. જ્યારે ઉપપ્રમુખપદે પાંચથી સાત લોકોની નિમણૂંક કરીને તમામને સાચવી લેવામાં આવતા હોય છે. જ્યારે આજે જાહેર થયેલા માળખામાં હર્ષ સંઘવીને ઉપાધ્યક્ષ બનાવી દેવાયા છે.

મહામંત્રી કરતાં ઉપાધ્યક્ષનું મહત્વ ઓછું શા માટે?

જ્યારેપણ સંગઠનમાં ટિકીટની વહેંચણી કરવામાં આવતી હોય ત્યારે પ્રમુખ અને મહામંત્રીની રજુઆતને સાંભળવામાં આવતી હોય છે. જ્યારે ઉપાધ્યક્ષ એટલે કે ઉપપ્રમુખની વાતતો સાંભળવાની વાત દુર રહી તેઓ ટિકીટ વહેંચણીમાં રજુઆત પણ કરી શકતા નથી. તેથી ભાજપમાં ઉપપ્રમુખ કરતા મહામંત્રીનુ પદ મોટુ ગણાય છે.

અકબરીનેઉપપ્રમુખ બનાવતાં કાર્યાલય ગયા નહોતા

શહેરભાજપનુ સંગઠનનું માળખું જાહેર થયું ત્યારે હરસુખ અકબરીને સંગઠનમાં ઉપપ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું હતું. તેનાથી નારાજ હરસુખ અકબરી એક વર્ષ સુધી ભાજપ કાર્યલય દેખાયા નહોતા. ત્યાર બાદ તેમની રજૂઆત પ્રદેશ કક્ષાએ કરાતાં અકબરીને ઉપપ્રમુખ પદેથી હટાવીને મુકેશ દુધાગરાને બેસાડાયા હતા.

રાષ્ટ્રીય યુવા મોરચાનું જાહેર કરાયેલું નવું માળખું

અન્ય સમાચારો પણ છે...