તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લૂંટ અને ખંડણીનો આરોપી ભૂપત દેશી પિસ્તોલ સાથે વરાછામાંથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ અને ખંડણીનો આરોપી ભૂપત દેશી પિસ્તોલ સાથે વરાછામાંથી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂત્રો પાસેથી પ્રાપ્ત અનુસાર મૂળ અમરેલી જિલ્લાના લાઠીનો વતની અને માત્ર 12 વર્ષની વયેથી ગુનાખોરીના રવાડે ચડી ચૂકેલો ભૂપત ઉર્ફે ભરત નારણ કેરાશિયા એટલે કે ભૂપત આહીર પૂણા-વરાછા વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે તેને પરિમલ સોસાયટી, વરાછા ખાતેથી દબોચી લીધો હતો. જેની પાસે દેશી બનાવટની પિસ્તોલ પોલીસે કબજે કરી છે.

ભૂપત આહીરની હીરા અને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવામાં માસ્ટરી છે. સુરતમાં ભૂતકાળમાં 70 લાખની કિંમતના હીરા અને 46 લાખની રોકડ રકમની લૂંટ તે કરી ચૂક્યો છે. છેલ્લે તેણે જમીન દલાલનું અપહરણ કર્યું હોય તેવા બે ગુના તેની વિરુદ્ધ નોંધાયા છે. અમરોલી અને સરથાણામાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હતો.પોલીસે ગુનામાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ભૂપતે અત્યાર સુધીમાં લૂંટના 14, ચોરીના 3, અપહરણ સાથે ખંડણીના 2, ફાયરિંગ કરી મર્ડર સાથે લૂંટનો 1, લૂંટ તથા પોલીસ પર ફાયરિંગનો 1, પોલીસના જાપ્તામાંથી ભાગી જવાનો 1 અને મારામારીના 2 મળી કુલ 26 ગુનાને અંજામ આપ્યો છે.જેમાં સુરતના વિવિધ પોલીસ મથકો ઉપરાંત સૌરાષ્ટ્રના બરવાળા તેમજ ભાવનગર, લિલિયા અને મધ્ય પ્રદેશમાં પણ ગુના નોંધાયા છે.

કુખ્યાત ગુનેગાર ભૂપત આહીરને પકડી પાડવાની કામગીરી ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયા અને તેમની ટીમે કરી હતી.

લૂંટ, મર્ડર સહિત 26 ગુનાને કરી ચૂકેલો ભૂપત પોલીસ માટે વોન્ટેડ હતો

છેલ્લે અશોક કથિરીયા અપહરણ કેસમાં ભૂપત નાસતો ફરતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો