તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભાજપમાં જોડાયેલી બે કોંગ્રેસી મહિલાની કોંગ્રેસમાં ઘરવાપસી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં જોડાયેલી બે કોંગ્રેસી મહિલાની કોંગ્રેસમાં ઘરવાપસી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણી પહેલા કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં જોડવા માટે શરૂ કરાયેલા પ્રયાસોમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. બે મહિલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયાની જાહેરાતના બીજા દિવસે બંને મહિલાઓ ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી થઇ છે. શહેર કોંગ્રેસની મહિલા પાંખના ઉપપ્રમુખ રશ્મિતા વિપુલ હિરાણી, વોર્ડ નંબર પાંચના મહિલા પ્રમુખ ગીતા વઢવાણા સાથે કોંગ્રેસની મહિલા કાર્યકર્તા વર્ષાબેન, રેખાબેન, અર્પિતાબેન, ગૌરીબેન સહિતની 100થી વધુ મહિલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇ, વિપક્ષના નેતા પપન તોગડીયાની આગેવાનીમાં ભાજપમાં જોડાયેલી બંને મહિલા ગીતા વઢવાણા અને રશ્મિતા હિરાણી ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગઇ છે. અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં ગીતા વઢવાણાએ જણાવ્યુ હતુ કે અમે ભાજપમાં જોડાયા હતા. પરંતુ હળહળતુ જુઠ્ઠાણુ ચલાવીને અમે બે જોડાયાની સામે 100 મહિલા જોડાયાનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. તેથી આગામી દિવસોમાં તેઓ આનો ગેરલાભ ઉઠાવે તેમ હોવાથી અમે આજે ફરીથી કોંગ્રેસમાં આવી ગયા છે. જ્યારે ભાજપમાં જોડાયાની ભુલ પણ અમને સમજાઇ જતા પરત આવવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો