તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે અગ્રવાલ સમાજ દ્વારા સર્વજ્ઞાતિ પરિચય સંમેલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે અગ્રવાલ સમાજ દ્વારા સર્વજ્ઞાતિ પરિચય સંમેલન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોતાની પસંદગીના યોગ્ય પાત્રની સમસ્યાના ઉકેલ માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ વિવાહયોગ્ય યુવક-યુવતિઓ માટે એક સંમેલનનું આયોજન તા.19 માર્ચ એટલેકે આજે કરવામાં આવ્યું છે. સંમેલન સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં આયોજિત કરાશે. જેમા અગ્રવાલ સમાજની સાથે સાથેસાથે માહેશ્વરી,જૈન,ઓશવાલ,ખન્ડેરવાલ(વૈશ્ય) જ્ઞાતિના યુવક-યુવતિઓ ભાગ લેશે. ટ્રસ્ટની એકમાત્ર ઇચ્છા છે કે એક જગ્યાએ સેંકડો યુવક-યુવતિઓ પોતાના પસંદગીના જીવનસાથી મળી શખે. ટ્રસ્ટે જ્ઞાતિના બંધનો દૂર કરી તમામ માટે યોગ્ય પાત્રની પસંદગીને ખુબ આસાન કરી દીધી છે. ટ્રસ્ટના અધ્યક્ષ અનિલભાઇ અગ્રવાલ અને સચિવ સજ્જનભાઇ જાલાને તમામ તૈયારીઓની સમિક્ષા કરી હતી. માહેશ્વરી સમાજની મનમોહન મૂંદડા, રામકિશોર જાજૂ,ખન્ડેરવાલ સમાજના અનિલ પીતલિયા તથા દિનેશ ખન્ડેરવાલએ પરિચય સંનેલનને સફળ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. ટ્રસ્ટની યુવા તથા મહિલા શાખાની તમામ બહેનોએ આયોજનને સફ‌ળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી છે.

સિટીલાઇટ અગ્રસેન ભવન ખાતે સંમેલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો