તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • જૈનાચાર્યની પાલખીમાં ભક્તોની ભીડ ભાવિકોએ આંસુ સાથે મુખાગ્નિ આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનાચાર્યની પાલખીમાં ભક્તોની ભીડ ભાવિકોએ આંસુ સાથે મુખાગ્નિ આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂજ્ય પ્રેમ-ભૂવનભાનુ સૂરિશ્વરજી સમુદાયના આચાર્ય ભગવંત પૂજ્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ શુક્રવારે બપોરે 4:10 કલાકે સરેલાવાડી જૈન સંઘ ખાતે નવકાર ગણતાં ગણતાં કાળધર્મ પામ્યા હતા. પૂજ્યશ્રીની અણધારી વિદાયથી હજારો ગુરુભક્તો ગમગીન બન્યા હતા. શુક્રવારે તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ગુરુભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર વાયુવેગે પ્રસરતા અમદાવાદ,મુંબઇ,બનાસકાંઠા સહિત દેશભરમાંથી ગુરુભક્તો સુરત આવી પહોંચ્યા હતા. પૂજ્યશ્રીની વિદાયથી અમદાવાદ ખાતે પ્રવર સમિતિ સહિત 18 ગચ્છાધિપતિની ચાલી રહેલ શ્રમણ સંમેલન ચર્ચાસત્ર અને ઉદ્ધેષણ સભામાં શોકસંદેશ પાઠવાયો હતો. પૂજ્યની જે સમુદાયના છે તેવા પૂજ્ય પ્રેમ-ભૂવનભાનુ સૂરિજી સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્ય જયઘોષ સૂરિશ્વરજી મહારાજે પણ શોક વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જૈનધર્મએ એક અણમોલ રત્ન ગુમાવ્યું છે જેની ખોટ ક્યારેય નહીં પુરાય.

તેમને યોગદૃષ્ટિના અજવાળા પુસ્તક દ્વારા જન-જનમાં આસ્થાનું કેન્દ્ર બન્યા હતા. વહેલી સવારે પાલખીયાત્રા અને અગ્નિસંસ્કાર માટે ઉછામણી બોલાઇ હતી. પાલખીયાત્રા સરેલાવાડીથી નકળી ઘોડદોડ રોડ થઇને નર્મદ લાઇબ્રેરી તથા ઇન્ડોર સ્ટેડિયમથી લાલબંગલા મેઇન રોડ પરથી નીકળીને પાર્લે પોઇન્ટ ખાતે પહોંચી હતી ત્યાથી ઉમરા ઉપાશ્રયે થઇને નહેરુ નગર ઉમરા ખાતે આવેલ શ્મસાન ભૂમિ ખાતે પહોંચી હતી. જ્યાં તેમને મુખાગ્ની આપવામાં આવી હતી. અંદાજે 7 કિલોમીટર જેટલી પાલખીયાત્રા ફરી હતી જેમા 5000થી વધુ ગુરુભક્તો જોડાયા હતા. ભક્તોએ અબિલ ગુલાલ અને સિક્કાઓ ઉછાળી તેમને અંતિમ વિદાય આપી હતી.

મોડી રાત સુધી દર્શન માટે ભીડ, આજે ગુણાનુવાદ

પૂજ્ય હંસબોધિ વિજયજી મહારાજે જણાવ્યું કે, પૂજ્યશ્રીની ગુણાનુવાદ સભા આજે શ્રી ઉમરા જૈન સંઘ ખાતે સવારે 9થી 10 કલાક દરમિયાન યોજાશે. પૂજ્ય મુક્તિદર્શન સૂરિશ્વવરજી મહારાજના પાર્થિવ દેહના દર્શન માટે શુક્રવારે મોડી રાત્રિ સુધી ભક્તોની ભીડ જામી હતી. સાથે શનિવારે સવારે સરેલાવાડી જૈન સંઘ ખાતે ઉમરા જૈનસંઘના બે ટ્રસ્ટીવર્યોએ પાલખીયાત્રા માટે ચડાવા બોલાયા હતા જેમા રૂ.1 કરોડ કરતાં વધારેની બોલી બોલી હતી. જેની સાથે જીવદયા માટે પણ લાખોની બોલી બોલાઇ હતી.

પાલખીયાત્રાના ચડાવા માટે રૂ.1 કરોડથી વધુની બોલી બોલાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો