તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે એટીએસને તપાસ સોંપવા નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતગ્રામ્યમાં લઠ્ઠાકાંડને કારણે 20 લોકોના મૃત્યુ થવાની ઘટનાને પગલે વિપક્ષે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા બાદ આખરે સરકારને દારૂબંધીના અમલની ગંભીરતા સમજાઇ છે. સીએમ વિજય રૂપાણીએ સોમવારે વીડિયો કોન્ફરન્સથી પોલીસ અધિકારીઓની બેઠક બોલાવીને રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણ માટે તાકીદ કરી હતી. સાથે સુરતની ઘટનાની સમગ્ર તપાસ એટીએસના એસપીને સોંપવાનો નિર્ણય પણ લેવાયો છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અગાઉ એડીજીપી પારગીના અધ્યક્ષસ્થાને ત્રણ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી હતી. ઘટનામાં મિથેનોલનો ઉપયોગ, તે ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, કોણે વિતરણ કર્યું તેમાં કોઇ અધિકારી કે તંત્રની બેદરકારી છે કે નહીં તેની વિસ્તૃત તપાસ એટીએસના એસપીને સોંપવાનો નિર્ણય સરકારે કર્યો છે. સુરત જેવી ઘટના બને તે માટે સમગ્ર રાજ્યમાં કડકાઇથી કાર્યવાહી કરવા અને 100 ટકા દારૂબંધી માટે મુખ્યમંત્રીએ ડીજીપી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી તથા એસપીને વીડિયો કોન્ફરન્સ યોજીને કડક સૂચના આપી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સુરતના અસરગ્રસ્તોની તમામ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવવા નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને ચુસ્ત અમલ કરાવવા તાકીદ કરવી પડી

વિપક્ષના આક્ષેપો બાદ દારૂબંધી યાદ આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો