તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીરા ક્યારે આવો છો ગુજરાતમાં: અલ્પેશ ઠાકોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરેલીના વધુ 1 સાથે કુલ 27 મોત


જિલ્લાનાવરેલી ખાતે બની રહેલા લઠ્ઠાકાંડમાં મરણાંક સતત વધી રહ્યો છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ સારવાર માટે દાખલ થયેલા વરેલીના 35 વર્ષીય યુવાનનું રવિવારની મધરાત્રિ દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતાં સુરતના નવ સાથે કુલ મરણાંક 27 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એકલદોકલ વ્યક્તિની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં મોકલવાનો સિલસિલો જારી છે.

કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં લઠ્ઠાકાંડને લઈ સમગ્ર તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છં. 7મીથી શરૂ થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો અટકતો નથી. એક પછી એક એક 17 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને હજુ 8 વ્યક્તિઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં વધુ એક યુવાનનું મોત નીપજતાં મરણાંક 18 પર પહોચી ગયો છે. ભાડાના મકાનમાં રહેતા ગુડ્ડુ ધર્મદેવ પ્રસાદ (35)ની તબિયત લથડતાં ગત 7મીએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પ્રથમ દૃષ્ટિ ગુમાવી હતી અને તબિયત લથડતાં તે બેભાન હાલતમાં એચ-3 વોર્ડમાં વેન્ટીલેટર પર હતો. જેનું રવિવારની મધરાત્રે મોત નીપજ્યું હતું તો હજુ 2 અસરગ્રસ્તોની તબિયત નાજુક છે.

ઘણાપોલીસકર્મીની બદલી શક્ય

લઠ્ઠાકાંડનીઘટનાને લઈ સુરત રેંજ આઈજી નરસિંહમા કોમરે કડોદરા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતાં એચ. કે. ભરવાડને સસ્પેન્ડ કરી દીધા હતાં. ઉપરાંત સુરત જિલ્લા પોલીસવડા મયુરસિંહ ચાવડાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં વરેલી બીટના એએસઆઈ અનિલ તુલસી રામ તેમજ કડોદરા બીટના હે.કો જયંતીભાઈ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતાં. જ્યારે સુરત પેરોલ ફલ્લો સ્ક્વોર્ડમાં ફરજ બજાવતાં એએસઆઈ પ્રકાશ પાટીલની ઘલુડી હેડક્વાટર ખાતે બદલી કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વકરતો લઠ્ઠાકાંડ | છૂટાછવાયા કિસ્સામાં અસરગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવાનો સિલસિલો

લઠ્ઠા

કાંડ

મોદીને 10 લાખ પોસ્ટકાર્ડ લખવાની, વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી

‘હાઈકોર્ટની બેંચની તપાસ સમિતિ રચો’

અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે લઠ્ઠાકાંડ માટે જવાબદાર વિભાગમાંથી તપાસ સમીતી બનાવવામાં આવે તે કેવી રીતે તપાસ કરી શકે. તપાસ માટે હાઈકોર્ટની બેચની તપાસ સમીતી બનાવી તપાસ સોંપવામાં આવે તેવી અમારી માંગણી છે.

અસર | પોલીસની બેદરકારીને કારણે બદલીનો ધમધમાટ

સારવાર | હોસ્પિટલમાં દાખલ બે અસરગ્રસ્તોની તબિયત નાજૂક

ચિંતા | બેભાન હાલતમાં સુરત સિવિલમાં વેન્ટિલેટર પર હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો