તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો ચાઇનીઝ ફેબ્રિક્સના રિપોર્ટની કેન્દ્ર પાસે માંગ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો ચાઇનીઝ ફેબ્રિક્સના રિપોર્ટની કેન્દ્ર પાસે માંગ કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રટેક્ષટાઇલ મંત્રાલયના એક રટણ, ચાઇનીઝ ફેબ્રિક્સની માત્ર 3 ટકા અસર જ્યારે ગત વર્ષની સરખામણીએ માત્ર 1 ટકા લૂમ્સ બંધ. વાતને પગલે સુરતના ટેક્ષટાઇલકારો કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રાલયને પત્ર લખી ચાઇનીઝ ફેબ્રિક્સના રિપોર્ટની માંગણી કરશે.

22 ઓગષ્ટે કેન્દ્ર ટેક્ષટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં સુરત સમેત માલેગાંવ,ભીવંડી અને વારણસીના વિવર્સ અને ટેક્ષટાઇલ વેપારીઓની બેઠક મળી હતી. જેમાં દેશના અલગ-અલગ પોર્ટ મારફતે ડમ્પ થતાં ચાઇનીઝ ફેબ્રિક્સના આંકડા રજૂ કરતો રિપોર્ટ 15 દિવસમાં તૈયાર કરાવી યોગ્ય પગલાં લેવાના આશ્વાસન સાથે ફરી બેઠકનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું.જેને પગલે 8 સપ્ટેમ્બરે મુંબઇ ટેક્ષટાઇલ કમિ.ઓફિસમાં ટેક્ષટાઇલ કમિ.કવિતા ગુપ્તા સાથે મળેલી બેઠકમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ચાઇનીઝ ફેબ્રિક્સની માત્ર 3 ટકા અસર ભારતના ટેક્ષટાઇલ વેપારની થતી હોવાનું જણાવવાની સાથે ગત વર્ષની સરખામણીએ માત્ર 1 ટકા પાવરલૂમ્સ બંધ થયા હોવાનું જણાવતા, માલેગાંવ અને ભીવંડીથી હાજર વિવર્સ દ્વારા ઉગ્ર રજૂઆતો કરાતા બેઠક મોકુફ રાખી દેવાય હતી. જેના કારણે સુરતના વિવર્સને પોતાની સમસ્યાઓ સામે મુકવાની તક નહતી.

સ્થાનિક વિવર્સ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ચેમ્બર મારફતે કેન્દ્ર ટેક્ષટાઇલ મંત્રાલયને પત્ર લખી તેમના દ્વારા તૈયાર કરાયેલી રિપોર્ટની માંગણી કરાશે.મંત્રાલયના એક રટણ સામે વાસ્તવિક પરિસ્થિતિ મુજબ શહેરના 2.10 લાખ જેટલા પાવરલૂમ્સ પૈકી 70 ટકા લૂમ્સ છેલ્લાં માસથી બંધ છે. તેમજ ગત વર્ષની સરખામણીએ ચાઇનીઝ ફેબ્રિક્સની ડમ્પીંગ 6 થી 7 ટકા જેટલી થઇ ચૂકી છે. એવામાં કેન્દ્ર દ્વારા ક્યા આધારો નક્કી કરી રિપોર્ટ તૈયાર કરાયો છે. જેની માંગણી સ્થાનિક ટેક્ષટાઇલકારો કરશે.

ટેક્ષટાઇલ મંત્રાલયનું રટણ, ચાઇનીઝ ફેબ્રિક્સની માત્ર 3 ટકા અસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો