તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ઇજનેરી પ્રવેશ : સુરતની 6 ખાનગી કોલેજોની 1240 બેઠકો ખાલી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇજનેરી પ્રવેશ : સુરતની 6 ખાનગી કોલેજોની 1240 બેઠકો ખાલી પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલચાલી રહેલી એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં કમિટી દ્વારા ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો જાહેર કરી છે. જેમાં સુરતની ખાનગી એન્જિનિયરિંગની 6 કોલેજોની અલગ-અલગ ફેકલ્ટીની 1240 બેઠકો ખાલી રહી છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા તા.7 થી 9 સપ્ટેમ્બર દરમ્યાન સરકારી એન્જિનિયરિંગ કોલેજોની ખાલી પડેલી બેઠકો ભરવા માટે ઓફ લાઇન પ્રવેશ આપવાનું નક્કી કર્યું હતું. ત્રણ દિવસ યોજાયેલી પ્રવેશ પ્રક્રિયા બાદ 700થી વધુ સરકારી બેઠકો ખાલી રહેતાં 12 સપ્ટેમ્બરે વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. સરકારી કોલેજોની બેઠકો ભરાઇ ગયા બાદ ખાનગી કોલેેજોની બેઠકો ભરવા માટે ઓફ લાઇન પ્રવેશ ફાળવવામાં આવશે. માટે કમિટી દ્વારા ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં સુરતની 6 કોલેજોની 1240 બેઠકો ખાલી હતી. સૌથી વધારે મિકેનિકલમાં 419, સિવિલમાં 243, ઇલેક્ટ્રિકલમાં 209, ઇલે. એન્ડ કમ્યુનિકેશનમાં 171, ઇલેક્ટ્રોનિકમાં 59, કમ્પ્યૂટરમાં 55, કેમિકલમાં 48, ઓટોમોબાઇલમાં 20, આઇટીમાં 7, ઇન્સ્ટ્રુમેન્ટલ અેન્ડ કન્ટ્રોલમાં 6 અને ટેક્સટાઇલમાં 3 આમ કુલ 1240 બેઠકો ખાલી રહી હતી. સૌથી વધારે ભગવાન મહાવીર કોલેજમાં 420 અને સૌથી ઓછી સાર્વજનિક એન્જિનિયરિંગ કોલેજમાં 57 બેઠકો ખાલી રહી હતી.

સૌથી વધારે 419 બેઠકો મિકેનિકલ શાખામાં ખાલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો