તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઘરઆંગણે મૂર્તિનું વિસર્જન કરી માટીનો કૂંડામાં ઉપયોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરઆંગણે મૂર્તિનું વિસર્જન કરી માટીનો કૂંડામાં ઉપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દિવ્યભાસ્કર’ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના સાથે ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરવાના અભિયાનથી પ્રેરણા લઇ શહેરના ગોપીપુરા વિસ્તારના એક ગણેશ આયોજક દ્વારા ઘર આંગણે વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો છે.

‘દિવ્ય ભાસ્કર’ પર્યાવરણ બચાવોના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના સાથે ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે. અભિયાનને શહેરભરમાંથી જુદા જુદા સ્વરૂપે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોના અનેક ગણેશ આયોજકો અભિયાનથી પ્રેરણા લઇને ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે. ગોપીપુરામાં હનુમાન ચાર રસ્તા ખાતે કપાસ મહોલ્લામાં રહેતા રીટાબેન ઠાકરે દિવ્ય ભાસ્કરના અભિયાનમાંથી પ્રેરણા લઇને ઘર આંગણે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો.

બચેલી માટીને ઘરના કૂંડામાં ઉપયોગ કરાશે

રીટાબેન ઠાકરે જણાવ્યું હતું કે સૂર્યપુત્રી તાપી માતાને પ્રદૂષણમાંથી મુક્ત કરવા અમે નિર્ણય લીધો છે. દર વર્ષે તાપીમાં અસંખ્ય મૂર્તિઓ પધરાવાઇ છે. ભક્તિભાવ સાથે ગણેશજીનું વિસર્જન કર્યા બાદ બચેલી માટીને ઘરના છોડના કૂંડામાં ઉપયોગ કરવામાં આવશે. જ્યારે પાણીને તાપી નદીમાં પધરાવી દેવામાં આવશે.

ગોપીપુરાના આયોજકની અનોખી પહેલ

તાપી માતાને પ્રદૂષણમાંથી મુક્ત કરવા અમે નિર્ણય લીધો છે : રીટાબેન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો