તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ સામે શિસ્તભંગનાં પગલાં લેવાની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ સામે શિસ્તભંગનાં પગલાં લેવાની શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાસાંસદ સી.આર.પાટીલ અને કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ વચ્ચે શરૂ થયેલી લડાઇમાં બંને નેતાઓએ એકબીજાને નીચા દેખાડવા માટેના એક પણ પ્રયત્ન બાકી રાખતા નથી. તેમાં રવિવારે લિંબાયત વિસ્તારમાં સાંસદ સી.આર.પાટીલના પૂતળાનુ દહન કરવા પાછળ કોર્પોરેટર રવીન્દ્ર પાટીલે સક્રિય ભુમિકા ભજવી હોવાનો વીડિયો વાઇરલ થતા તેની સામે પણ શિસ્તભંગના પગલા ભરાવામાં આવે તે માટેની ફરિયાદ પ્રદેશ મોવડીમંડળને કરી દેવામાં આવી હોવાની હકીકતો જાણવા મળી છે.

નવસારીના સાંસદ સી.આર. પાટીલે કોર્પોરેટર રવીન્દ્ર પાટીલનુ લિંબાયત શિવાજી નગરમાં આવેલુ મકાન ગેરકાયદે બનાવવામાં આવતુ હોવાના કારણે તેને તોડી પાડવા સતત ચાર વખત સંકલનમાં ફરિયાદ કરી હતી. તેના આધારે પાલિકાના લિંબાયત ઝોને કોર્પોરેટર રવીન્દ્ર પાટીલના મકાનને તોડી પાડયુ હતુ. ત્યાર બાદ સાંસદ સી.આર.પાટીલ અને કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ વચ્ચે આખલા લડાઇ શરૂ થઇ હતી.તેમાં બંને નેતાઓએ એકબીજાને પાડી દેવા માટેનો ખેલ શરૂ કર્યો હતો. તેમાં રવિવારે સાંજના સમયે શિવશક્તિ ભીમ શક્તિના નેજા હેઠળ લિંબાયત વિસ્તારમાં સાંસદ સી.આર.પાટીલના પૂતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ. તે પૂતળાદહન કરવા માટેની સક્રિય ભુમિકા કોર્પોરેટર રવીન્દ્ર પાટીલે ભજવી હોવાનો વીડિયો શહેર ભાજપમાં વાઇરલ થયો છે. જે વીડિયોને ભાજપના પ્રદેશ મોવડીમંડળને પણ મોકલી આપવામાં આવ્યો છે. તેના કારણે રવીન્દ્ર પાટીલ સામે પણ શિસ્તભંગના પગલાં ભરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે સાંસદ સીઆર પાટિલ અને કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ વચ્ચે લાંબા સમયથી લડાઇ શરૂ થઇ છે.

સાંસદ પાટીલના પૂતળાદહનમાં પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવતો વીડિયો વાઇરલ થયો

ભાજપના મોવડીમંડળને વીડિયો મોકલાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો