તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વિસર્જન માટે પાણી નહીં છોડવાના નિર્ણયથી ગણેશ ભક્તો ચિંતામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસર્જન માટે પાણી નહીં છોડવાના નિર્ણયથી ગણેશ ભક્તો ચિંતામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાલુવર્ષે ડેમની સપાટી ઘણી ઓછી હોવાથી શ્રીજી વિસર્જન માટે તાપીમાં પાણી નહીં છોડવાનો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા કરાયો છે. તંત્રના નિર્ણયથી વિસર્જન બાદ શહેરની 60 હજાર ગણેશ પ્રતિમાઓ તાપી કિનારે રઝળતી દેખાઈ શકે છે.

ચાલુ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી ડેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગે તાપી નદીમાં પાણી નહીં છોડાય એવો નિર્ણય કર્યો છે. વર્ષે 110 ટકા વરસાદ હોવાની આગાહી શરૂઆતથી કરવામાં આવી રહી હતી. પરંતુ જુન માસના અંત સુધીમાં માત્ર 5 ટકા જેટલો વરસાદ થયો હતો. ઉપરવાસમાં પણ સરેરાશ કરતા 40 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. જેથી ડેમની સપાટી હાલ ઘણી ઓછી છે. જેથી સરકાર દ્વારા પાણી નહીં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગે કલેક્ટર, પાલિકા, પોલીસ કમિશનર સહિત તમામ સંબંધિત વિભાગોને અને અધિકારીઓને તથા ગણેશ ઉત્સવ સમિતિને પણ જાણ કરી દીધી છે.

ગણેશ વિસર્જન માટે જો ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ભવિષ્યની જરુરીયાતો તેમજ ખેડુતોને પાક માટે જરુરી પાણી માટે પણ સંકટ આવી શકે છે. ચાલુ વર્ષે પણ વરસાદ જુન માસના અંત સુધી નહીં આવતા મે મહીનાના છેલ્લા પખવાડીયાથી સિંચાઈ માટેના પાણીનો પુરવઠો બંધ કરી દેવાયો હતો.

પાણીનહીં છોડાશે

^ડેમમાં વર્ષે પાણી નહીં હોવાથી તથા ભવિષ્યમાં ખેતી અને પીવાના પાણીનું સંકટ નહીં આવે તેને ધ્યાનમાં લઈને પાણી નહીં છોડવાનો નિર્ણય લેવાયો છે. માટે તમામ સંબંધિત અધિકારી અને વિભાગોને પણ જાણ કરી દેવાઈ છે. > એસ.મહાકાલ,સુપ્રિટેન્ડેન્ટએન્જિનિયર સિંચાઈ ‌વિભાગ

પાણી છોડવાથી ભવિષ્યમાં સંકટ આવવાની સંભાવના

ઉપરવાસમાં પણ સરેરાશ કરતાં 40 ટકા જેટલો ઓછો વરસાદ થતાં ડેમની સપાટી હાલ ઘણી ઓછી, ચાલુ વર્ષે પાણીનું સંકટ સર્જાય તે માટે પગલાં

પાણીની અછત | હજારો ગણેશ પ્રતિમા ફરી તાપી કિનારે રઝળતી દેખાશે

ઉકાઈ ડેમનું રૂલ લેવલ હાલ 340 ફૂટ છે. ડેમની સપાટી 334.83 ફૂટ હોવાથી રૂલ લેવલથી 5 ફૂટ ઓછી સપાટી છે. જેથી ડેમમાંથી પાણી છોડવું ઘણું મુશ્કેલ થયુ છે. હાલ ડેમ 80 ફૂટ જેટલો ભરેલો છે. ગત વર્ષે ડેમ 90 ટકા જેટલો ભરેલો હોવા છતાં ચાલુ વર્ષે ખેતીના પાણીની સમસ્યા સર્જાઈ હતી. ચાલુ વર્ષે પાણી છોડાય તો સમસ્યા આવી શકવાની સંભાવના તંત્ર વ્યક્ત કરી રહ્યુ છે.

રૂલ લેવલથી 5 ફૂટ ઓછી સપાટી

નદીમાં પાણીના અભાવે દુર સુધી જઇ વિસર્જન કરતા ગણેશ ભક્તો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો