તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ITની તપાસ : છત્રી બનાવતી કંપનીમાં આંગડિયાથી નાણાં કોલકાત્તા પહોંચ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITની તપાસ : છત્રી બનાવતી કંપનીમાં આંગડિયાથી નાણાં કોલકાત્તા પહોંચ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરમાંઓફિસ અને ફેકટરી ધરાવતી જાણીતી છત્રી કંપનીમાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અત્યાર સુધી કરોડોના ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે. સૂત્રોએ જણાવ્યુ કે કેટલીક ખરીદી અને વેચાણ ચોપડે બતાવાયા નહતા, બિલ વગરની કમાણી થતી તે આંગડિયા મારફત કોલકત્તા મોકલી આપવામાં આવતી હતી.

મોટાભાગે પેઢીઓ-કંપનીઓ અને વેપારીઓ ટેક્સથી બચવા માટે ખરીદ-વેચાણ ચોપડે બતાવતા હોતા નથી. એવું નથી કે બધો માલ બેનંબરમાં વેચી દેવામાં આવે છે પરંતુ તેનો એક હિસ્સો બેનંબરમાં કાઢવામાં આવે છે. કેસમાં પણ અધિકારીઓને મોડસ ઓપરેન્ડી મળી હતી.

IDSમાં 350 કરોડનો આંક, 200 કરોડ ક્લેક્ટ

બિલ વગરની કમાણી થતી તે રકમ બારોબાર મોકલી દેવાતી

આઇટીના ટાર્ગેટની સરખામણીમાં આઇડીએસ પુરપાટ ઝડપે છે. વર્ષ 2016-17ના રેવન્યુ ટાર્ગેટ રૂપિયા 5250ને એચિવ કરવા માટે આઇટીનો મોટાભાગનો આધાર એડવાન્સ ટેક્સના કલેકશન પર છે. સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી આઇટીએ રૂપિયા 1400 કરોડ ઉઘરાવી લીધા છે. પરંતુ તેમાં ટીડીએસના 1200 કરોડ છે જ્યારે રેન્જ દ્વારા રૂપિયા 200 કરોડ કલેક્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે માત્ર આઇટીએસમાં રૂપિયા 350 કરોડનો આંકડો વટાવી ગયો છે. આઇડીએસ ટાર્ગેટમાં ઉમેરાતો નથી.

બારીમાંથીબેગ ફેંકવાનો પ્રયાસ |તપાસ દરમિયાન એક ફલેટમાંથી ડોક્યુમેન્ટ ભરેલી બેગ મળી આવીહતી. છત્રી કંપની સાથે સંકળાયેલાં એક ઇસમે બેગ બારીમાથી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. કહેવાય છે કે બેગ બારીમાંથી બહાર નિકળી ગઈ હતી ત્યારે એક અધિકારીએ ફિલ્મી સ્ટાઇલમાં હાથ લંબાવતા બેગનો પટ્ટો હાથમાં આવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો