તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુજરાતમાં દારૂ ઘૂસાડવા રેન્જ IGને 35 લાખનો હપતો : વાઘેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં દારૂ ઘૂસાડવા રેન્જ IGને 35 લાખનો હપતો : વાઘેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IAS, IPS અધિકારીઓ દારૂ પીએ છે : શંકરસિંહ

સુરતમાંથયેલા લઠ્ઠાકાંડથી ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી હોવાનું વધુ એક વાર પુરવાર થયું છે. ગુજરાતમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો પાસેથી સ્થાનિક પીઆઇથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી હપતાનું ‘સેટિંગ’ ચાલી રહ્યું છે. પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપતો પહોંચાડાય છે.

વાઘેલાએ આક્ષેપ કર્યો કે રાજ્યના IAS, IPS અધિકારીઓ દારૂ પીવે છે. ગુજરાતમાં ઘુસાડાતા દારૂની લિંક અને ક્યાં અને કેટલા હપતા પહોંચાડાય છે, તેની વિગતો ખુલ્લી પાડી હતી. દારૂના વેપલામાં કુખ્યાત હરિયાણાના જોગીન્દરસિંહ, બાબુ મારવાડી અને કૈલાસ રાઠીનો દારૂ ગુજરાતમાં સમાવેશ થાય છે.

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપતો આપવામાં આવે છે. સાથે પીઆઇ, પીએસઆઇને વજન પ્રમાણે હપતો ચુકવવામાં આવે છે. મુંબઈમાં વર્ષ 2015માં જે લઠ્ઠાકાંડ થયો તેનો સપ્લાયર વાપીનો લાઇસન્સ હોલ્ડર લીલાધર પટેલ હતો. લીલાધર ઉપર મહેરબાની કરનારો પીએસઆઇ ભાજપના કયા મંત્રી કે નેતાની મહેરબાનીથી વિજિલન્સ કમિશનર બન્યો તેની તપાસ કરાવવી જોઈએ.

વાઘેલાએ સરકારના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ પણ દારૂ પીતા હોવાનો ઘટસ્ફોટ ...અનુસંધાન પાનાં નં.11

કરી ગુજરાતમાં આવા અધિકારીઓ કઈ રીતે પોસ્ટિંગ મેળવી શકેω તેવો સવાલ ઉઠાવ્યો છે. સાથેસાથે તેમનાં કનેક્શન તપાસીને હપતા ક્યાં સુધી પહોંચે છે, તેની તપાસ કરવાની માગણી કરી હતી.

સુરતની ઘટનામાં ઇથેનોલ-મિથેનોલનું પ્રમાણ 40 ટકા હતું. દમણમાં બનતો દારૂનો રોજનો 1500થી 2000 પેટીનો જથ્થો વાપીથી ગુજરાત તરફ આવતી ટ્રેનમાં ચડે છે. દેશી દારૂ લઠ્ઠો બનાવવા સુરત, વાપી, તાપી, નવસારીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો સડેલો ગોળ વપરાય છે. પરિણામે લઠ્ઠાથી ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે પંજાબને પાછળ રાખીને ગુજરાત કેફી દ્રવ્યોમાં નંબર વન બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો