તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22મીથી જીટીયુનો યુથ ફેસ્ટીવલ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીઓ યુથ ફેસ્ટની પ્રેક્ટિસ શરૂ કરી દીધી

મ્યુઝિક | મ્યુઝિકસ્પર્ધામાં ક્લાસિકલ વોકલ સોલો હિન્દુસ્તાની અથવા કર્ણાટકી , ક્લાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટ સોલો , લાઈટ વોકલ (ઈન્ડીયન) , વેર્સ્ટન વોકલ સોલો, ગૃપ સોંગ અને ફોક ઓરકેસ્ટ્રા જેવી વિવિધ કેટેગરીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિક સ્પર્ધામાં 26 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

ડાન્સ| ડાન્સસ્પર્ધામાં ફોક અથવા ટ્રાઈબલ ડાન્સ અને ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની સ્પર્ધા યોજાશે. જેમાં ફોક ડાન્સમાં 10 અને ક્લાસિકલ ડાન્સમાં 1 વિદ્યાર્થી ભાગ લઈ શકશે.

લિટરેચર| લિટરેચરસ્પર્ધામાં ક્વિઝ ,વકૃત્વ અને ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

થિએટર|સ્પર્ધામાં સ્કીટ્સ , માઈમ, વન એક્ટ પ્લે અને મિમિક્રી જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક કોલેજમાંથી 16 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

ફાઈનઆર્ટ | ઓનસ્પોટ પેઈન્ટિંગ, કોલેજ , પોસ્ટર મેકિંગ, રંગોલી, ક્લે મોડલીંગ, કાર્ટુંનીંગ અને એડ મેકીંગ. જેમાં એક કોલેજમાંથી 12 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા સુરત,ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ અને વિદ્યાનગર ઝોનની કોલેજોમાં 22 થી 24 સપ્ટેમ્બર યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત ઝોેનની જીટીયુ સંલગ્ન કોલેજોનો ઈન્ટરઝોન યુથ ફેસ્ટીવલ ઉમરાખ SNPIT કોલેજમાં યોજાશે. જેમાં સુરત ઝોનની 45 કોલેજો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો