• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બિટકોઇનના નામે વકીલ પાસેથી એક લાખ પડાવી લેનાર ઇલેશની ધરપકડ

બિટકોઇનના નામે વકીલ પાસેથી એક લાખ પડાવી લેનાર ઇલેશની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાના વરાછામાં એડવોકેટે બીટકોઇનમાં રોકાણ કરવા માટે એક લાખની ચીટીંગમાં વરાછા પોલીસે એકની ધરપકડ કરી છે.

એડવોકેટ અશોક ખીમજી રાદડિયાએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે 26મી ડિસેમ્બરે એક મિત્રના મારફતે ઈલેશ ભડિયાદરા નામના શખ્સ સાથે ઓળખાણ થઇ અને તેમાં એડવોકેટ અશોક રાદડિયાએ બીટકોઇનમાં રોકાણ કર્યું હતું. તે વખતે એક બીટકોઇનનો ભાવ રૂ. 10 લાખની ઉપરનો હતો. જેથી એડવોકેટે એક બીટકોઇનમાં માત્ર 0.10 ટકાનો હિસ્સામાં રોકાણ કર્યું હતું. એક લાખની રકમ વરાછા એલ. એચ. રોડ પર ધી વરાછા કૉ-ઓપ.બેંકના ખાતામાંથી આપી હતી. જ્યારે બીટકોઇનના હિસ્સા બાબતે એડવોકેટે ઇલેશને વાત કરી તો તેણે અત્યારે બેલેન્સ નથી, થોડીવારમાં આવી જશે એવા બહાના કાઢતો હતો. છેવટે વકીલે રૂપિયાની માંગણી કરતાં તેણે પૈસા આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. વરાછા પોલીસે ત્રણ મહિના પહેલા ગુનો નોંધ્યો હતો. જેમાં ઠગબાજ ઇલેશ બાબુ ભડિયાદરા(રહે. જિ.ભાવનગર)ની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...