• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તરૂણી પર બળાત્કાર કેસમાં આરોપીને દસ વર્ષની સજા

તરૂણી પર બળાત્કાર કેસમાં આરોપીને દસ વર્ષની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર વર્ષ અગાઉ પાલનપુર જકાતનારા ખાતે તરૂણીનું અપહરણ કરી તેની પર સામૂહિક બળાત્કાર કરનારા આરોપીને આજે કોર્ટે દસ વર્ષની સજા, રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલાં કિશોરની પણ પોલીસે ધરપકડ કરી હતી જેનો કેસ હવે જુવેનાઇલ કોર્ટમાં ચાલશે, કિશોરે પણ તરૂણી પર બળાત્કાર ગુુજાર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી દિગંત તેવારે દલીલો કરી હતી. કેસની વિગત મુજબ આરોપી જીજ્ઞેશ ચૌધરી (રહે. આંબેડકરનગર, રાંદેર રોડ) અને કિશોરે અહીંનાએક કોમ્પ્યુટર સેન્ટર પાસેથી આરોપી અને કિશોર તરૂણીને પોતાની બાઈક પર બેસાડીને લઇ ગયા હતા અને નજીકના એક ખંડેર મકાનના પહેલાં માળે લઇ જઇ સામૂહિક બળાત્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...