મનપામાં 12 પેટા કમિટી રચવા 25મીએ બોર્ડની મીટિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતના 5 પદાધિકારીઓની નિમણૂક થઇ ગઇ છે ત્યારે આગામી 28 જુલાઇએ 12 પેટા કમિટીઓના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક માટે 25મીએ સામાન્ય સભા મળશે.પાલિકામાં વર્ષ 2016ના ફેબ્રુઆરી માસમાં વિવિધ પેટા કમિટીઓના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતના સભ્યોની નિમણૂક કરાઇ હતી. હવે 28 જુલાઇ 2018ના રોજ અઢી વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. 12 પેટા કમિટીઓમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષની નિમણૂક માટે 25મી જુલાઇએ સામાન્ય સભા છે. પેટા કમિટીના ગઠન માટે બોર્ડની તારીખ જાહેરાત થતાં કચેરીમાં ભાજપના નગરસેવકોની ચહલપહલ વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...