• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે ભગવાન, ભાઇ બલભદ્ર અને બહેેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, શહેરમાં 5 જગ્યાએથી રથયાત્રા

આજે ભગવાન, ભાઇ બલભદ્ર અને બહેેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, શહેરમાં 5 જગ્યાએથી રથયાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં અલગ-અલગ વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની પાંચ રથયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય રથયાત્રા રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા, ઇસ્કોન મંદિર સુધીની છે. આ યાત્રા સહિત પાંચેય રથયાત્રાને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને ધ્યાને લઈ સરદાર બ્રિજ પર સાંજે પાંચ વાગ્યાથી યાત્રા બ્રિજ પસાર ન કરે ત્યાં સુધી ગેસ સર્કલ તરફથી આવતાં વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે, બે સંયુક્ત પોલીસ કમિશનર, ત્રણ નાયબ પોલીસ કમિશનર, 6 મદદનીશ પોલીસ કમિશનર, 31 પોલીસ ઇન્સ્પેક્ટર, 99 સબ-ઇન્સ્પેક્ટર, 1,235 પોલીસ કર્મચારી, 70 મહિલા પોલીસ કર્મચારી, 239 ટીઆરબી, 920 હોમગાર્ડ, એસઆરપીની એક કંપની બંદોબસ્તમાં ખડે પગે રહેશે.

ક્વિક રિસ્પોન્સ ટીમ ફરજ પર રહેશે. રિંગ રોડ પર યાત્રા બ્રિજની નીચેથી પસાર થવાની હોવાથી બ્રિજ પર ટ્રાફિક જામ ન થાય તે વાતને ધ્યાને લઈ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ે ટ્રાફિક ડાયવર્ટ કરવાની જરૂર જણાશે તો ટ્રાફિક ડાયવર્ટ કરાશેે. રેલવે સ્ટેશનથી શરૂ થનારી યાત્રા રિંગ રોડ પર થઈ સરદાર બ્રિજ પરથી પસાર થશે. ગેસ સર્કલ તરફથી ં વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ટ્રાફિક મક્કાઈ પુલ, જિલાની બ્રિજ, હોપપુલ પરથી પસાર થઈ શકશે. સીસી કેમેરાથી પણ રથયાત્રા પર નજર રખાશે.

જહાંગીરપુરા ખાતે ઇસ્કોન મંદિર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જનની એક્સપોર્ટ પર દરોડા, 7 લોકર ઓપરેટ થયા
રેવન્યુ રિપોર્ટર | સુરત

કતારગામની જનની એક્સપોર્ટ પર આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા પાડવામાં આ‌વેલા દરોડામાં અધિકારીઓએ સાત લોકર ઓપરેટ કર્યા છે જેમાંથી રૂપિયા 60 લાખની રોકડ મળી આવી છે. આ સાથે જ રોકડ અને જ્વેલરીનો આંક રૂપિયા 2.26 કરોડ સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે દસ દિવસ અગાઉ પાડવામા આવેલા દરોડામાં અધિકારીઓએ રૂપિયા 100 કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપનીના કરોડોના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા, હાલ આ તમામ ડોક્યુમેન્ટનું વેરિફીકેશન ચાલી રહ્યુ છે.

બુધવારે મળનારી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે
ઉમરા બ્રિજ: 24 મીટરના રસ્તાને 30 મીટર પહોળો કરવા દરખાસ્ત
કલેક્ટર દ્વારા ફરજિયાત જમીન સંપાદન કરવાની કામગીરી પ્રગતિમાં
સિટી રિપોર્ટર | સુરત

તાપી પર પાલ-ઉમરા બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે, પરંતુ ઉમરા ગામતળના 25 અસગસ્તોની જીદને કારણે શાસકોને બ્રિજ અડધો લટકેલો છોડી દેવો પડ્યો છે. ત્યારે બ્રિજના પાલ તરફના હાલના 24 મીટરના હયાત રસ્તાને 30 મીટર પહોળો કરવા માટે ટી.પી કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.

શાસકોએ બ્રિજના એપ્રોચમાં આવતી ઉમરા ગામતળની જમીન ફરજિયાત સંપાદન કરવાની કામગીરી હાથ ધરી છે. સંપાદન માટે રાજ્ય સરકારમાંથી પણ મંજૂરી મળી ગઇ છે. જિલ્લા કલેક્ટર દ્વારા જમીન સંપાદનની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. કલેક્ટરે રીસેટલમેન્ટ માટે પાલિકાને પત્ર પણ મોક્લ્યો હતો. જોકે, પાલિકા તરફથી કામગીરી પૂર્ણ કરાઇ હોવાનો રિપોર્ટ પણ કલેક્ટરને સબમીટ કરાયો છે. જેથી કલેક્ટર એક વાર અસરગ્રસ્તોને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ તરફ બ્રિજના પાલ તરફ મુખ્ય રસ્તા પર 6 મીટરની લાઇનદોરી મૂકવાની દરખાસ્ત કરાઈ છે. હયાત 24 મીટરના ટી.પી. રસ્તાને 30 મીટર પહોળાઈ કરવા માટે રાજ્ય સરકારમાંથી મંજૂરી મળી જતાં આગામી બુધવારના રોજ મળનારી ટી.પી. કમિટીની બેઠકમાં આ કામ અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, રસ્તો પહોળા કરવાથી પાલમાં રહેણાક મકાન-દુકાનોને અસર થતી હોવાથી હવે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...