• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી પર બળાત્કારનો આરોપ

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી પર બળાત્કારનો આરોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | યોગીચોકની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસમાં કરી છે. એડમિશનના નામે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કર્યો છે.

કોલેજમાં પ્રવેશ અપાવવાના બહાને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચરાયાનો અરજીમાં ઉલ્લેખ
યોગીચોકમાં રહેતી 21 વર્ષિય રીના (નામ બદલ્યું છે)એ 10મી જુલાઇએ કાપોદ્રા પોલીસમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી છે. રીનાને ફેશન ડિઝાઇનિંગના કોર્સ માટે કોલેજમાં એડમિશનના બહાને અમદાવાદ બોલાવી હતી. રસ્તામાં કાર થોભાવીને દુષ્કર્મ કર્યું હતું. ત્યારે તેમની સાથેના એક ઇસમે વીડિયો ઉતાર્યો હતો. બાદ રીનાને બ્લેકમેલ કરી શરીર સંબંધ બાંધતો હતો. બાદ માર્ચ-2018માં અમદાવાદમાં અન્ય એક ઇસમ સાથે સંબંધ બનાવવા મજબુર કરી હતી. 24 એપ્રિલે ભાનુશાળીના માણસો રીનાના ઘરે આવ્યા હતા.તેઓએ લાલ ચોપડામાં જબરજસ્તી સહી કરાવી હતી માણસોએ રીનાને પેનડ્રાઇવ આપી હતી. તેમાં ભાનુશાળી અને રીના સાથેનો વીડિયો હતો. ભાનુશાળી પોલીસ મોકલીને પરિવારને હેરાન કરતો હતો.મારી નાખશે એવી દહેશત છે તથા ફસાવી દે એમ હોવાથી કાયદેસરની ફરિયાદ કરવા અરજી કરી છે.પોલીસ રક્ષણની પણ માંગ કરી છે.

જયંતી ભાનુશાળી

સત્યતા બાબતે કાંઈ કહી શકાય નહીં: પીઆઈ
કાપોદ્રા પીઆઈ આર.એલ.દવેએ જણાવ્યું હતું કે નનામી અરજી મળી છે. અરજીમાં યુવતીનું જે સરનામું છે ત્યાં આ યુવતી મળી આવી નથી. માટે હાલ તો આ નનામી અરજી છે. તેના આધારે તપાસ કરાઇ રહી છે માટે અરજીમાં શું છે તે કહી શકાય નહીં. નનામી અરજી હોવાથી આક્ષેપોની સત્યતા બાબતે કાંઈ કહી શકાય નહીં

તપાસ બાદ આગળની કાર્યવાહી થશે : સીપી
પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે અરજી મળી છે અરજીની તપાસ કાપોદ્રા પોલીસને સોપી છે. અરજીમાં થયેલા આક્ષેપોના તપાસ બાદ આગળની આગળની કાર્યવાહી થશે.

જયંતી ભાનુશાળીએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
જયંતી ભાનુશાળી પર દુષ્કર્મનો ગંભીર આરોપ લાગતા તેઓએ ગુરુવારે પોતાના બીજેપીના પ્રદેશ ઉપપ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમાં લખ્યું હતું કે સુરતમાં કોઇએ તેમના વિરૂદ્ધ આપેલી અરજીની તટસ્થ તપાસ થાય અને જ્યાં સુધી નિર્દોષતા સાબિત ન થાય ત્યાં સુધી કોઇ પદ ઉપર ન રહી શકુ તેવી લાગણી સાથે રાજીનામુ આપ્યું હતુ. આ બાબતે જયંતી ભાનુશાળીએ બધા આક્ષેપ ખોટા અને વાહિયાત હોવાનું કહ્યું હતું. જયંતી ભાનુશાળીએ વધુમાં જણાવ્યું હતું કે ચારેક માસ પહેલા તેમના ભત્રીજાને બ્લેકમેલ કરાયો હતો. ત્યારે બ્લેકમેલ કરનાર મનિષા નામની છોકરી અને તેની ગેંગ વિરૂદ્ધ નરોડામાં ફરિયાદ કરી હતી. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ આક્ષેપ કરનાર યુવતી આ ગેંગની હોઈ શકે છે અને બદલો લેવા માટે આવી અરજી કરી હોઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...