• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 28મીએ ‘અહંકાર’ કાર્યક્રમમાં પેરેન્ટીંગ વિશે વાત કરાશે

28મીએ ‘અહંકાર’ કાર્યક્રમમાં પેરેન્ટીંગ વિશે વાત કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરેન્ટ્સ અને બાળક વચ્ચે મધુર સંબંધો બને એ માટે વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા ‘અહંકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવરાજ ચૌધરી અને અંકિત ગઢિયા માં-બાપ અને બાળકો વચ્ચે વધતા અંતરને દૂર કેવી રીતે કરવું. હાલના સમયમાં મોટું દૂષણ એ મા બાપ અને તેના બાળકો વચ્ચે વધતું જતું અંતર અને એ અંતર મુખ્યત્વે તેમના વચ્ચે રહેલી ઉંમરના તફાવતને લીધે હોય છે. બંને વચ્ચે રહેલા ઉમરના તફાવતને દૂર કરવો તો શક્ય નથી પરંતુ સમજણ અને સમજદારીથી બંને વચ્ચેના મતભદો જરૂર દૂર કરી શકાય. આ ઉપરાંત માતા પિતાએ બાળક સાથે અને બાળકે માતા પિતા સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ, બાળકને ક્યાં ક્યારે ભણવા બેસાડવું જોઈએ, ક્યાં માધ્યમમાં બેસાડવું જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવશે. આ સેમિનાર 28મીએ સરદાર સ્મૃતિ ભવનમાં રાત્રે નવ કલાકે યોજાશે.

NEXT EVENT

અન્ય સમાચારો પણ છે...