તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાલ ઉમરા બ્રિજ ભાજપની જુથબંધીમાં અટવાયો કહીને કોંગ્રેસે વોકઆઉટ કર્યો

પાલ-ઉમરા બ્રિજ ભાજપની જુથબંધીમાં અટવાયો કહીને કોંગ્રેસે વોકઆઉટ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

અપેક્ષા મુજબ જ નવા મેયર ડો. જગદીશ પટેલની પ્રથમ સામાન્ય સભામાં વિપક્ષે કેટલાંયે મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી સભામાં કચરા પેટી ઉઠાવી લાવ્યા હતા. તેમણે સભામાં જ પ્લાસ્ટિકનો કચરો ઠાલવતા કહ્યું કે ,‘જો પાલિકામાં જ પ્લાસ્ટિકનો વપરાશ થતો હોય તો શહેર માં પ્રતિબંધ ક્યાંથી સફળ થાય.’. તેમ કહી વિરોધ કરતાં મેયરે નિલેશ કુંભાણીને તત્કાળ સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. તો સભામાં પાલ-ઉમરા બ્રિજ મામલે પણ ભારે હોબાળો થયો હતો. વિપક્ષ નેતા પપન તોગડિયાએ ઝુંપડુ હોય કે બંગલો નિતી સમાન હોવી જોઈએ તેથી બધા માટે સમાન નિર્ણય લેવાવો જોઈએ તો સિનિયર કોંગ્રેસ કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીએ આરોપ લગાવતા ક્હ્યું હતુંકે ભાજપની જુથબંધીમાં પુલ અટવાયો છે આ મુદ્દે તમામ કોંગ્રેસી કોર્પોરેટરોએ હોબાળો મચાવી સભાનો બહિષ્કાર કર્યો હતો.

મેયરનાં પુતળાનું દહન !
મેયર પટેલે કુંભાણીને સસ્પેન્ડ કરતા વિપક્ષી કોર્પોરેટરોએ વિરોધ કરતાં સભા ખંડ બહાર જ ભાજપ હાય હાય સાથે મેયર ડો. જગદીશ પટેલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પુતળા દહન કર્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા શાસકો નિષ્ફળ ગયાનું સ્ટેન્ડિંગ ચેરમેને પોતે સ્વીકાર કર્યો
નવા સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવા તંત્ર સાથે શાસકો પણ નિષ્ફળ ગયા હોવાનું કબૂલ્યું. તેમણે કહ્યું કે પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા અંગે 2015માં ઠરાવ થયો હતો. પરંતુ આપણે પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવી શક્યા નથી. તેના મ્યુ.કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, પદાધિકારીઓ સાથે તમામ જવાબદારી છે. ભાજપ-કોંગ્રેસે તેમજ વહીવટી પાંખે મળીને પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જરૂરી પોલિસી બનાવવી જોઇએ.

પાલ-ઉમરા બ્રિજનું કામ પરત સ્ટેન્ડિંગમાં લેવા સુધારો મુકાયો પણ બહુમતિએ ઉડી ગયો
પાલ-ઉમરા બ્રિજ મુદ્દે સ્થાયી સમિતિએ ફરજિયાત સંપાદનનો નિર્ણય લઈ કામ વધારવા કમિશનરને અધિકૃત કર્યા છે. આ મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં નિર્ણયની માંગણી કરી હતી. કોંગ્રેસના ભાવેશ રબારી કહ્યું કે અમુક લોકોના કહેવાથી કોઈ પણ કેસ ખાસ કેસ ન હોવો જોઈએ. માત્ર પાલ-ઉમરા માટે જ વરાછા-વેડ રોડ માટે કેમ ખાસ કેસ નહીં તેમ કરી કામનો વિરોધ કરી પાલ-ઉમરા બ્રિજનુ કામ પરત સ્ટેન્ડિંગમાં લઈ જવા સુધારો રજુ કર્યો હતો પરંતુ સભામાં ભાજપના સભ્યોની બહુમતિ હોવાથી તે ઉડી ગયો હતો.

વિવાદાસ્પદ ટિપ્પણી
બચ્ચે કમ પેદા હોંગે તો એડમીશન કમ હી હોગે : શાસક પક્ષ નેતા
સુરત: શિક્ષણ સમિતિની સ્કૂલોમાં એડમીશન ઓછા થઇ રહ્યા હોવાનો વિપક્ષના આક્ષેપનો જવાબ આપતાં શાસકપક્ષ નેતા ગિરજાશંકર મિશ્રાએ કહ્યું કે બચ્ચે કમ પેદા હોગે તો કમ હી એડમીશન હોંગે. શાસક પક્ષ નેતાની ટિપ્પણીથી ભાજપ અને કોંગ્રેસની મહિલા નગરસેવકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. વિપક્ષના સભ્યે સામે જવાબ આપ્યો કે બાળકો પેદા કરવાની જવાબદારી કોંગ્રેસે થોડી લીધી છે.

આ મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો

શૈક્ષણિક હેતુ માટે સ્કૂલ બાંધવા જગ્યા આપનાર માલિકોનું ભાડુ વધારવા એવી માંગ ભાજપના નગરસેવક શંકર ચેવલીએ કરી હતી.

જળએ જીવન નહીં મરણ થઇ ગયું છે: વિપક્ષી નેતા઼

બીઆરટીએસમાં અકસ્માત અટકાવવા સ્પીડ બ્રેકર મૂકો: મુકેશ દલાલ

સ્વચ્છતામાં લીલાપોતી સિવાય કશું કર્યું નથી:સાયકલવાલા

અન્ય સમાચારો પણ છે...