તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બસ કેમ ઊભી રાખતો નથી કહી ડ્રાઇવરને ટોળાએ ફટકાર્યો

બસ કેમ ઊભી રાખતો નથી કહી ડ્રાઇવરને ટોળાએ ફટકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાગામ-ડિંડોલી રોડ પર ઇશ્વરપુરા પાસે બસનો કાચ તોડતાં અટકાવી દીધી .

સુરત ઃ નવાગામ-ડિંડોલી રોડ પર ઇશ્વરપુરા નજીક ચિંતા ચોક પાસે 8થી 10 જણાએ સિટી બસને આંતરીને અટકાવીને ડ્રાઇવર સાથે ઝઘડો કરીને તુ બસ કેમ ઊભી રાખતો નથી એવું કહીને માર મારી બસનો કાચ ફોડી નાખ્યો હતો.

તેજસ પાટીલ નામનો સિટી બસ ડ્રાઇવર આજ રોજ સવારે જીજે-05-બીએક્સ-3043 નંબરની બસ લઇને સ્ટેશનથી ડિંડોલી ગયો હતો. પરત ફરરતી વખતે નવાગામ ચિંતા ચોક પાસે 8થી 10 જણા આવ્યા હતા. તેઓએ ડ્રાઇવરને અટકાવી તુ કેમ ચિંતા ચોક પર બસ ઉભી રાખતો નથી એવું કહીને માર મારવાની શરુઆત કરી હતી. બાદ તેઓએ બસ પર પથ્થર મારીને બસનો કાચ ફોડી નાખ્યો હતો. તેજસ બસ લઈને આગળ વધી ગયો પરંતુ સીએનજી ચાર રસ્તા પાસે તેજસે બસ ઊભી રાખીને બીજી બસના ડ્રાઇવર અને કંડક્ટરોનો વાત કરતા તામ ડ્રાઇવરો વિરોધ કરવા માટે બસ ત્યાંજ ઉભી રાખી ચક્કાજામ કરી દીધા હતા. તેના કારણે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેજસે કહ્યું કે ચિંતા ચોક પાસે બસ ઊભી રાખીએ તો પોલીસ બસને દંડા મારે છે. ઉભી ન રાખીએ તો લોકો વિરોધ કરે. 2 કલાક બાદ પોલીસે ગુનો નોંધવાની વાત કરતા ડ્રાઇવરોએ બસો હટાવ્યા બાદ પોલીસે અજાણ્યાઓ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...