તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટેમ્પામાં શાકભાજી વેચાય તેવું એગ્રિકલ્ચર માર્કેટ બનશે

ટેમ્પામાં શાકભાજી વેચાય તેવું એગ્રિકલ્ચર માર્કેટ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં જિલ્લા બહારથી આવીને ખેડૂતો દ્વારા શાકભાજી વેચવાનો ટ્રેન્ડ વધુ છે ત્યારે ખેડૂતો પોતાના ટેમ્પોમાં જ શાકભાજી વેચી શકે તેવા ઉમદા હેતુથી પાલિકા દ્વારા પ્રથમ વખત 48 ટેમ્પાની ક્ષમતાવાળું એગ્રિકલ્ચર માર્કેટ પુણા વિસ્તારમાં બનાવવાનું આયોજન કરાયું છે.

આગામી વર્ષ 2018-19ના બજેટમાં વરાછા ઝોનમાં એગ્રિકલ્ચર માર્કેટ બનાવવા માટે રૂા. 160 લાખની જોગવાઇ કરી હતી. જે અંતર્ગત વરાછા ઝોનમાં આવેલ ટી.પી સ્કીમ નં 12 પુણા ફાઇનલ પ્લોટ નં 139 પુણા કેનાલ રોડ ખાતે એગ્રિકલ્ચર માર્કેટ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. એગ્રિકલ્ચર માર્કેટમાં મોટા 20 અને નાના 28 મળી કુલ 48 ટેમ્પા મુકી શકાય તે રીતે સ્ટીલના રૂફિંગ ટ્રસ શેડ બનાવવામાં આવશે. શનિવારે મળનારી જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં આ કામ પર નિર્ણય લેવાશે. એગ્રિકલ્ચર માર્કેટમાં કન્ટેનર સ્પેશ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, પાર્કિંગ એરિયા, 759.54 ચોમીમાં હોકર, સેલરનો ટેમ્પો એરીયા, મીની એન્ટ્રી ગેટ સાથે કંપાઉન્ડ વોલમાં 82.69 લાખનો ખર્ચ થશે.

અન્ય સમાચારો પણ છે...