તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના બિલ્ડર પાસે રાજકોટના 6 ઠગે 120 કરોડના 24 ફ્લેટ લખાવી લઈ ઠેંગો બતાવ્યો

સુરતના બિલ્ડર પાસે રાજકોટના 6 ઠગે 120 કરોડના 24 ફ્લેટ લખાવી લઈ ઠેંગો બતાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના 60 વર્ષીય બિલ્ડર સાથે રાજકોટના 6 ગઠિયાઓએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે. જેમાં રૂ. 50 કરોડનું ફાયનાન્સ કરવાના બદલામાં રૂ. 120 કરોડની કિંમતના 24 ફ્લેટ લખાવી લીધા બાદ એક રૂપિયો પણ આપ્યો ન હતો.

60, આદર્શ સોસાયટી, અઠવાલાઇન્સ ખાતે રહેતા શિલ્પરાજ ડેવલપર્સના માલિક પીયૂષભાઈ લવજીભાઈ પટેલ (ઉ.વ.60)એ નોંધાવેલી ...અનુસંધાન પાના નં. 20

ફરિયાદ મુજબ રુંઢ ગામમાં તેમનો કોકોનટ ઓક્સિજન હોમ નામે પ્રોજેક્ટ બની રહ્યો હતો. જેમાં રૂ. 50 કરોડની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેમણે દલાલો મારફતે રાજકોટના વિમલ પટેલ (રહે: સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર), નિતેશ બાબુ વઘાસિયા (રહે: વિદ્યાનગર મેઇનરોડ), નીલેશ કાનજી લોખીલ (રહે: પોપટપરા), પુષ્પરાજ દેવાયત લોખીલ (રહે: મુંજકા), વિપુલ પ્રભાત ખીમાણિયા (રહે: વાજડી-વીરડા) અને દીપક જયંતી રાજ્યગુરુ (રહે: માસ્ટર સોસાયટી)નો સંપર્ક કર્યો હતો.

તા. 19-11-17થી તા. 6-12-17 સુધીના 18 જ દિવસના સમયગાળામાં રાજકોટની ટોળકીએ પીયૂષભાઈને એવું કહ્યું હતું કે રૂ. 50 કરોડની સિક્યુરિટીમાં કોકનટ ઓક્સિજન હોમ પ્રોજેક્ટનાં ફ્લેટ લખી આપો, એક જ કલાકમાં રોકડા રૂ. 50 કરોડ મળી જશે. પીયૂષભાઇએ ઠગ ટોળકીની વાતમાં આવી જઈ રૂ. 120 કરોડની કિંમતના 24 ફ્લોટનું સાટાખત કરી આપ્યું હતું. આ સાટાખત લઈને રાજકોટની ટોળકી પલાયન થઈ ગઇ હતી. ત્યાર બાદ અત્યાર સુધી તેની ભાળ મળી નથી. આખરે મામલો પોલીસ સુધી પહોંચતા ક્રાઇમ બ્રાંચમાં પીયૂષભાઈએ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પોસઈ વી.જે. ચાવડા કરી રહ્યા છે.

વાર્ષિક 9 ટકાના દરે રકમ આપવાની હતી

રાજકોટના છ ગઠિયાઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. એ તમામે રૂ. 50 કરોડનું ફાયનાન્સ કરવાની તૈયારી દર્શાવી તે વખતે વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું પણ નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...