તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સેકન્ડ સ્ટેટ રેન્ક ટેબલ ટેનિસ: સુરતનો નુતાંશુ દાયમા યૂઝ બોય્ઝમાં ચેમ્પિયન બન્યો

સેકન્ડ સ્ટેટ રેન્ક ટેબલ ટેનિસ: સુરતનો નુતાંશુ દાયમા યૂઝ બોય્ઝમાં ચેમ્પિયન બન્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| મેચમાં 61મા પોઇન્ટ માટે પાંચમા ક્રમના જગદીશ મકવાણાનો રિટર્ન એરેનાની બહાર ફંગોળાઈ જતાં આખરે ત્રીજા ક્રમના સુરતી ધરમરાજ રાણાએ રાહતનો શ્વાસ લીધો હતો કેમ કે સાથે તેણે કારકિર્દીમાં સૌપ્રથમ મેન્સ ટાઇટલ જીત્યું હતું અને તેના માટે તેને પાંચ વર્ષ રાહ જોવી પડી હતી. અમદાવાદની કૌશા ભૈરપૂરેએ યૂથ ગર્લ્સ અને સુરતના નુતાંશુ દયામાએ યૂથ બોયઝ ચેમ્પિયનિશપ જીતી હતી. સ્પોર્ટસ કોમ્પલેક્સ ગોધરા ખાતે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના ત્રીજા દિવસનો પ્રાંરભ મેન્સ ફાઇનલ સાથે થયો હતો. સાથે જ પ્રેક્ટિસ કરતાં ધરમરાજ રાણા અને જગદીશ મકવાણા વચ્ચે ફાઇનલ રમાઈ હતી. એકબીજાની રમત સારી રીતે જાણતા બંને ખેલાડીએ સાવચેતીપૂર્વક રમતનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર ફાઇનલ દરમિયાન રાણાએ તેની આક્રમક રમત અને સર્વિસ દ્વારા મકવાણાને પરેશાન કર્યો હતો. વિજેતાએ કબૂલ્યું હતું કે તે ટેબલની આસપાસ મુક્તપણે રમવા માટે સક્ષમ હતો અને તેનાથી તેની કામગીરી આસાન બની રહી હતી. મને ખબર નથી કે ભૂતકાળમાં મેં કેટલા સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીત્યા છે. હું ગણતરી ભૂલી ગયો છું. પાંચ કે છ વર્ષ બાદ હું આ ટાઇટલ જીતી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...