તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાનપુરાના અથુગર મહોલ્લામાં રહેતા અશોક અને સંજય મોદીએ છેતરપિંડી કરી ફરાર છે

નાનપુરાના અથુગર મહોલ્લામાં રહેતા અશોક અને સંજય મોદીએ છેતરપિંડી કરી ફરાર છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફ્લેટોમાં રોકાણ કરવાથી 4 વર્ષે ડબલ રૂપિયા મળશે એવી લોભામણી વાતો કરીને સેંકડો લોકો પાસેથી 7 વર્ષ પહેલા અઢી કરોડથી વધુ રૂપિયા ખંખેરી લેનારા 2 ભાઈઓને પોલીસ પકડી ન શકી અને કોર્ટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ આરોપી ભાઈઓ હાજર ન થતા ક્રાઈમ બ્રાંચે તેમના વિરુદ્ધ આઈપીસી 174(ક) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કલમ હેઠળ સુરતમાં પ્રથમ વખત ગુનો નોંધાયો છે.

2011ના પ્રારંભે ક્રાઈમ બ્રાંચમાં એક ગુનો નોંધ્યો હતો. આરોપીઓ અશોક મોદી અને સંજય મોદી(બંને રહે. નાનપુરા) એ સેંકડો લોકો પાસેથી ફ્લેટમાં રોકાણ કરાવાવાના બહાને અઢી કરોડ લઈ લીધા હતા. તેઓએ વિદ્યાબેન અને અન્યોને લાલચ આપી હતી કે પાલ-ભાઠા ગામમાં જગ્યા રાખી છે, ફ્લેટ બનાવવાનું કામ ચાલુ છે. ફ્લેટો વેચાશે એટલે ફાયદો થશે. તમે રૂપિયા આપો 4 વર્ષમાં ડબલ મળી જશે એવું કહીને જગ્યા બતાવીને 2 ટકા વ્યાજની લાલચ આપી અઢી કરોડ લીધા હતા. બાદ આરોપીઓએ રૂપિયા આપ્યા વિના નાસી ગયા હતા. તેમના વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં બને આરોપીઓ નાસતા ફરે છે. આ કેસમાં પોલીસે 28 સપ્ટે.2011માં સીઆરપીસી કલમ 70 મુજબ વોરન્ટ મેળવ્યું હતું. છતાં આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસે ગુનામાં હાજર થવા માટે ફરમાન કરવા સીઆરપીસી 82 મુજબનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાવવા તજવીજ કરતા નામદાર ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સાહેબ ચીફ કોર્ટે 23 મે 2013ના રોજ આરોપીઓ વિરુદ્ધ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જે આરોપીઓના રહેણાંક, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કોર્ટ બિલ્ડિંગ સ્થળોએ ચોટાડી વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરાયું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીઓ વિરુદ્ધ કોર્ટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યા બાદ હાજર નહીં થવાના ગુનામાં આઈપીસી 174(ક) મુજબ ગુનો દાખલ કર્યો છે.

2011માં ફ્લેટમાં રોકાણથી ડબલની લાલચ આપી અઢી કરોડ ચાંઉ કરી ફરાર મોદીબંધુઓ સામે ગુનો
અન્ય સમાચારો પણ છે...