મુકેશ પટેલ અને એમ. કાન્તિલાલને ત્યાં મોડી રાત્રે આઇ.ટી.નો સરવે

પાટીદારઆંદોલનના નેતા હાર્દીક પટેલની મુક્તિમાં વચેટીયાની ભુમિકા ભજવનાર વરાછાના બિલ્ડર અને જ્વેલર્સ એમ....

DivyaBhaskar News Network | Updated - Nov 18, 2016, 03:30 AM
મુકેશ પટેલ અને એમ. કાન્તિલાલને ત્યાં મોડી રાત્રે આઇ.ટી.નો સરવે
પાટીદારઆંદોલનના નેતા હાર્દીક પટેલની મુક્તિમાં વચેટીયાની ભુમિકા ભજવનાર વરાછાના બિલ્ડર અને જ્વેલર્સ એમ. કાન્તીલાલ અને મુકેશ પટેલને ત્યાં મોડી રાત્રે આઇ.ટી.એ સર્વે હાથ ધર્યો છે. મુકેશ પટેલ અને તેમની પેઢી દ્વારા ફ્લેટના બુકિંગમાં જુની નોટો લેવાતી હોવાનું આઇ.ટી.ના ધ્યાનમાં આવ્યું હતું. તેના પગલે મોડી રાત્રે વરાછામાં તેના ઘર અને ઓફિસ પર આઇ.ટી. દ્વારા સર્વે હાથ ધરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલનના નેતા હાર્દીક પટેલને સુરત જેલમાંથી છોડાવવામાં મુકેશ પટેલે મહત્ત્વની ભુમિકા ભજવી હતી. જોકે ત્યારબાદ બંને વચ્ચેના વિવાદ પણ બહાર આવ્યા હતા અને બંને એકબીજાથી દુર થઇ ગયા હતા.

નોટ બંધીના પગલે અગાઉ આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરામાં આઇ.ટી. દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. સુરતમાં સૌપ્રથમ વાર આઇ.ટી. પ્રકારે તપાસ હાથ ધરી છે. મોડીરાત સુધી કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી. સર્વેમાં શું બહાર આવ્યું તે જાણી શકાયું નથી.

જૂની નોટો દ્વારા મોટા પાયે બુકિંગ કરાયું

મુકેશપટેલના હિન્દવા ગ્રુપ દ્વારા જૂની નોટો લઈને મોટા પાયે ફ્લેટનું બુકીંગ કરાયું હોવાનું આઈટીને જણાયું હતું તેના પગલે આઈટીએ ગુરુવારે મોડી રાત્રે સરવે હાથ ધર્યો હતો.

મારાકર્મચારીએ ખોટી માહિતી આપતા સરવે

^મારાકોઈ કર્મચારીએ ખોટી માહિતી આપી હતી કે તેઓ જૂની નોટ લઈને બુકીંગ કરી રહ્યા છે. તેના પગલે આઈટીએ તપાસ હાથ ધરી છે. > મુકેશપટેલ, બિલ્ડર

હાર્દિક પટેલની મુક્તિમાં મુકેશ પટેલે વચેટિયાની ભૂમિકા ભજવી હતી, હિન્દવા ગ્રુપ દ્વારા જૂની નોટોથી બુકિંગ થતું હોવાની આશંકા

વરાછાનું બિલ્ડર જૂથ આવકવેરા વિભાગના રડાર પર

X
મુકેશ પટેલ અને એમ. કાન્તિલાલને ત્યાં મોડી રાત્રે આઇ.ટી.નો સરવે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App