તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ટેક્સટાઇલ ઉદ્યોગને GST, ઍન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની રાહત નહીં મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સટાઇલ ઉદ્યોગને GST, ઍન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની રાહત નહીં મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિન્થેટીકએન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા યોજાયેલા‘સોર્સ ઇન્ડિયા’ બાયર્સ-સેલર્સ મીટના ઉદ‌્ઘાટન પ્રસંગે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીની સાથે ટેક્સટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી સુનેના તોમર તેમજ ટેક્સટાઇલ કમિશનર કવિતા ગૃપ્તાએ સુરતની મુલાકાત લીધી હતી.કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સ્મૃતિ ઇરાનીને ટેક્સટાઇલને લગતાં પ્રશ્નોની સાથે એરપોર્ટ મુદ્દે પણ રજૂઆત કરાય હતી.

એસઆરટીપીસી દ્વારા શહેરમાં પ્રથમ વખત યોજાયેલા ઇન્ટરનેશનલ કક્ષાના મેઇડઅપ તેમજ યાર્નના એક્ઝિબિશન કમ બાયર્સ-સેલર્સ મીટનું આયોજન કરાયું હતું. જેના ઉદ‌્ઘાટન પ્રસંગે સુરત આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીને ટેક્સટાઇલના વિવિધ સેક્ટરને નડતાં પ્રશ્નોની રજૂઆત તેમના એસોસિએશન દ્વારા કરી તેના જલદી નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી. એક્ઝિબિશનના ઉદ‌્ઘાટન પહેલાં એસોસિએશનના સભ્યો તથા ટેક્સટાઇલ વેપારીઓનું સંબોદન કરતાં સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે ,‘જ્યારે હું કેટલાંક જાણીતા લોકોને મળી ત્યારે તેમની મારી પાસે એક અપેક્ષા હતી કે બેન તમે હમણાં આવ્યા છો બે-ત્રણ મહિના લાગશે સેટ થતાં પણ નિરાકરણ લાવવામાં વાર નહીં લગાડતા.મને આવવાને એક મહિનો થઇ ગયો છે અને એક મહિનામાં ફિક્સટર્મ એમ્પ્લોયમેન્ટને લગતી જેટલી બાબતો હતી તે અમે પાસ કરી દીધી છે’.

ચેમ્બર દ્વારા કરાયેલી મેગા ટેક્સટાઇલ પાર્ક માટે સહાયની માંગણી પર સ્મૃતિ ઇરાનીએ જ્ણાવ્યું હતુ કે ચેમ્બરને સહાય કરવા કેન્દ્ર તૈયાર છે પણ તેના આયોજન પહેલાં દેશના અન્ય ટેક્સટાઇલ પાર્ક જે નિષ્ફળ રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઇએ તેની નિષ્ફળતાના કારણ અને વિદેશી રોકાણકારોને આકર્ષવા નવું શુ આપી શકીયે તે પણ જાણી લઇએ.

અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું

^ એકતરફ ગુજરાતની સરકાર સંસદીય સચિવના પદની લહાણી કરી રહી છે ત્યારે આર્થિક મંદીમાં સપડાયેલા ઉદ્યોગ ગૃહો રાહતની અપેક્ષા રાખી બેઠો છે. કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય પદેથી હાંકી કઢાયેલા અને કાપડ મંત્રી બનાવેલા સ્મૃતિબેન ઇરાનીએ સુરતના ઉદ્યોગ ગૃહોને મદદરૂપ થવાને બદલે રાહતની અપેક્ષા નહીં રાખવાનો સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેતા સુરતના કાપડ ઉદ્યોગના પડ્યા ઉપર પાટુ મારવાનું પાપ ભાજપ સરકારે કર્યું છે. > હસમુખદેસાઇ, શહેરકોંગ્રેસ પ્રમુખ

માંગણીઓ પર ચર્ચા |ચેમ્બર ઓફ કોમર્સે ટેક્સટાઇલને ખેતી બાદ રોજગારીા આપતો મોટો ઉદ્યોગ ગણાવી વિદેશી ઉત્પાદકો સામે ટકી રહેવા કેન્દ્ર દ્વારા સિન્થેટીર યાર્ન પર વસુલાતી 12.5 ટકા ડ્યૂટીને ઘટાડી 6 ટકા કરવાની માંગ કરાય હતી સાથે જીએસટીમાંથી ટેક્સટાઇલને થોડા વર્ષો માટે બાદબાકી આપવાની માંગણી કરાય હતી.પરંતું ટેક્સટાઇલ મંત્રીએ એક સમાન કર યોજનાને દેશ માટે ફાયદાકારક ગણાવી વેપાર વૃધ્ધિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવી કર માળખા અંગે કેન્દ્ર મંત્રાલય સાથે ચર્ચા-વિચારણા કરી યોગ્ય રસ્તો કાઢવાનું આશ્વાસન આપ્યું હતું.યાર્નસુધી જીએસટી સિમિત રાખો |પ્રોસેસર એસો. દ્વારા યાર્ન સુધી જીએસટીનો અમલ રાખવાની માંગણી કરી હતી તેમજ જ્ણાવ્યું હતુ કે કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલયમાં નારીશક્તિ આવી ગઇ છે તો ચોક્કસ શહેર ટેક્સટાઇલનું ભલુ થશે. હાલ વિવિગ તેંમજ પ્રોસેસર સેક્ટરમાં એકસાઇઝ તેમજ વેટ નથી જીએસટી આવવાથી નાના વેપારીઓ પર કરનો બોજો વધશે.

જીએસટીને ટેક્સટાઇલ મંત્રીએ લાભદાયક ગણાવ્યો

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની શનિવારે સુરતની મુલાકાતે હતા.

યાર્ન એક્ઝિબિશન કમ બાયર્સ-સેલર્સ મીટમાં કેન્દ્રિય મંત્રી સુરતની મુલાકાતે

‘સોર્સ ઇન્ડિયા’ના ઉદ‌્ઘાટનમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીની સ્પષ્ટ વાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો