પાલિકાના સાહેબ બનીને રૂપિયા 1.30 લાખ પડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| શહેરમાં એસએમસીના અધિકારીના નામે એક ટોળકી સક્રીય થઈ છે. હીરાના વેપારીની માતા પાસેથી આકારણીના નામે ગઠિયો રૂ.1.30 લાખ પડાવી ગયો હતો.

કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ મમતા પાર્કમાં રહેતા અને હીરાના વેપારી જીગ્નેશ મનસુખ કોઠીયાના ઘરે ગઈ 10મીએ બપોરે એક શખ્સ આવ્યો. તેણે પોતાની ઓળખ મનપામાં આકારણી વિભાગમાંથી રામાણી સાહેબ તરીકે વેપારીની માતા અસ્મિતાબેન અને ભાઈની પત્ની વિભાબેનને ઓળખ આપી મકાનની આકારણી કરવાનું કહી વેપારી સાથે મોબાઈલ વાત પણ કરી હતી. હીરાના વેપારીએ તેમને સામેથી મોબાઇલ સંપર્ક કરવાની વાત કરી હતી. આમ છતાં તેમની માતાને પહેલા રૂ.30 હજારની રકમ આપવાની વાત કરી હતી. જો કે તેમની પાસે વધુ રકમ જોઈને ચીટરે તેમની પાસેથી 30 હજારને બદલે રૂ.1.30 લાખની માગણી કરી હતી. વેપારીની સાથે તેની માતાએ ખરાઇ કરતાં અજાણ્યો રૂ.1.30 લાખની રકમ પડાવીને બાઇક પર ભાગી ગયો હતો. બીજી તરફ ભાઈની પત્નીએ કોલ કરીને વેપારીને બાબતે જાણ કરી ત્યારે હકીકતોની ખબર પડતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. સોસાયટીમાં 20-30 સીસીટીવી કેમેરા લાગેલા છે પરંતુ જે નંબરની બાઈક હતી તેમાં નંબર પણ ખોટો છે. કાપોદ્રા પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...