• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના યુવાનના આપઘાત કેસમાં હોટલ સંચાલકોની પુછપરછ થશે

સુરતના યુવાનના આપઘાત કેસમાં હોટલ સંચાલકોની પુછપરછ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ| ભરૂચનાએસટી ડેપો સામે આવેલી આરાધના હોટલમાં સુરતના યુવાને આપઘાત કરવાના પ્રકરણમાં પોલીસે હોટલ સંચાલક તેમજ કર્મચારીઓની પણ પુછપરછ હાથ ધરવાની કવાયત શરૂ કરી છે. હોટલમાં રોકાયેલો શખ્સ ત્રણ દિવસ સુધી બહાર નહીં આવ્યો હોવા છતાં હોટલ સંચાલકો તે પ્રત્યે બેધ્યાન કેવી રીતે રહ્યાં તેની તપાસ હાથ ધરાઇ છે.

સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલાં મંગલદિપ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં અમિત રમેશચંદ્ર પંજવાણી 9મી ઓગષ્ટે બપોરે ભરૂચ ખાતે આવી શહેરના એસટી ડેપો સામે આવેલી અારાધના હોટલમાં રોકાયો હતો. દરમિયાન ત્રણ દિવસ બાદ તેના રૂમમાંથી દુર્ગંધ આવતાં તપાસ કરતાં ગળેફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અમિત પંજવાણી હોટલમાં રોકાયાં બાદ ત્રણેક દિવસથી બહાર આવ્યો હતો. તેમજ તેણે કોઇ ઓર્ડર પણ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...