• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પ્રો. વીસી ડૉ. ભાસ્કર રાવલને વીસીનું પદ મેળવવું મુશ્કેલ

પ્રો. વીસી ડૉ. ભાસ્કર રાવલને વીસીનું પદ મેળવવું મુશ્કેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રો વીસી ડો. ભાસ્કર રાવલનું વીસી પદ પર આવવું મુશ્કેલ બની રહ્યું છે. તાજેતરમાં કેટલાક સિન્ડિકેટ-સેનેટ મેમ્બરોએ તેમના વિરૂદ્ધ ગવર્નર સમક્ષ ફરિયાદ કરતા વીસી પદેથી તેમનું નામ અલ્પ વિરામ આવી ગયા હોવાની ચર્ચા જાણકારોમાં જોરશોરથી ઊઠી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટીની રચના થઈ હતી, ત્યારે સર્ચ કમિટીની બેઠક બહાર કેટલાક નર્મદ યુનિવર્સિટીના મેમ્બરોએ હોબાળો મચાવ્યો હતો. કમિટીના એક મેમ્બર પાસેથી જાણવા મળી રહ્યું છે કે, હાલ નર્મદ યુનિવર્સિટીના પ્રો વીસી ડો. ભાસ્કર રાવલ વિરૂદ્વ યુનિવર્સિટીના અધ્યાપકોએ ગર્વનરને લેખિતમાં ફરિયાદ કરવા સાથે હોબાળો મચાવ્યો હતો. ઘટનાક્રમ બાદ તેમના વીસી પદે બિરાજમાન થવા પર સવાલ ઊભા થયા છે. પ્રો વીસી ડો. ભાસ્કર રાવલની પણ ભૂતપૂર્વ વીસી ડો. દક્ષેશ ઠાકરની જેમ નિમણૂક થાય તેવી શક્યતા પ્રબળ હતી, પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ અને સેનેટ મેમ્બરોએ પ્રો વીસી ડો. ભાસ્કર રાવલનો વિરોધ કરતા તેમના નામ પર અલ્પવિરામ મૂકાઈ ગયું હોવાની વાત હાલ જોરો પર છે. જો કે, ડો. ભાસ્કર રાવલ વિરૂદ્વ ફરિયાદ કોણે અને કઈ બાબતે કરી છે તે રહસ્ય અકબંધ છે.

અધ્યાપકોએ રાવલ સામે લેખિત ફરિયાદ કરી

અન્ય સમાચારો પણ છે...