રાંદેરના ફ્લેટમાં જુગારખાના પર છાપો, 6 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેરમાંએક ફ્લેટમાં ચાલતા જુગારખાના પર રાંદેર પોલીસે છાપો મારી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

રાંદેર પાલનપુર જકાતનાકા રોડ દીનદયાળ સોસાયટી પાસે અંબિકા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો જીતુ લાલજીભાઈ ખલાસી પોતાના ફ્લેટમાં બહારથી જુગારીઓને બોલાવી જુગારખાનુ ચલાવતો હોવાની રાંદેર પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રાંદેર પોલીસે ફ્લેટમાં છાપો મારી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

જોકે પોતાના ફ્લેટમાં જુગારખાનું ચલાવતો જીતુ ખલાસીને પોલીસના દરોડાની અગાઉથી ગંધ આવી જતા તે ત્યાથી નાસી છુટ્યો હતો. પોલીસે ઝડપાયેલા 6 જુગારીઓની ધરપકડ કરી જીતુ ખલાસીને વોન્ટેડ જાહેર કર્યો હતો અને જુગારીઓ પાસેથી રોકડા રૂ.42110 તેમજ રૂ.1.37 લાખની કિંમતના 8 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...