• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 4 લાખ કચરાપેટીના ભાવતાલ કરવા એજન્સીઓને બોલાવાશે

4 લાખ કચરાપેટીના ભાવતાલ કરવા એજન્સીઓને બોલાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરનામિલકતદારો પૈકી જે પણ મિલકતદારોએ એડવાન્સ વેરો ભર્યો છે તેને સુકા અને ભીના કચરા માટે મફતમાં કચરાપેટી આપતા પહેલા જે અેજન્સીઓએ પાલિકામાં ભાવ આપ્યા છે તે તમામ એજન્સી સાથે ભાવની ચર્ચા કરવા માટે બોલાવવાનુ નક્કી કરાયું છે. બાદ કચરાપેટીની ખરીદી કરવાનો નિર્ણય કરાશે.

સુકો-ભીનો કચરો અલગથી ઉઘરાવતા પહેલા શહેરીજનો તેની વ્યવસ્થા કરે તે માટેના પ્રયાસ કરાય રહ્યા છે. તેની સાથે પાલિકામાં એડવાન્સ વેરો ભરપાઇ કરનારાઓને સુકા અને ભીના કચરા માટેની કચરાપેટી મફતમાં આપવાની જાહેરાત કરી છે. તેના પગલે સુકા કચરા માટે 10 લિટરની ક્ષમતા ધરાવતી અને ભીના કચરા માટે 20 લિટર ક્ષમતા ધરાવતી કચરાપેટી પાલિકામાં પુરી પાડવા વિવિધ એજન્સી પાસે ઓફર મંગાવી હતી. તેમાં 10 લિટર માટે પ્રતિ કચરાપેટી દીઠ 126 રૂપિયા અને 20 લિટર માટે 229 રૂપિયાની ઓફર સૌથી ઓછી આવી છે. પરંતુ પાલિકાએ સુકા અને ભીના કચરા માટે 2-2 લાખ કચરાપેટી લેવાની હોવાથી એક એજન્સીને તમામ ઓર્ડર આપી દેવાઇ તો બે લાખ કચરાપેટી પુરી પાડવામાં સમસ્યા સર્જાય તેમ છે. તેના કારણે ચારેય એજન્સીને બોલાવીને સૌથી ઓછા ભાવે કામ કરવા તૈયાર છે કે કેમ તેની ચર્ચા કર્યા પછી ટેન્ડર સ્ક્રુટીની કમિટિમાં નિર્ણય કરાશે.