તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવદયા માટે આજે સૂકા ભોજનનો સમારંભ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અહિંસકરીતે અહિંસા-શાકાહારને બિરદાવવા તેમજ બકરી ઇદ નિમિત્તે કતલ કરાતાં નિર્દોષ જીવો પ્રત્યે ભાવદયા અને સંવેદના વ્યક્ત કરવા ભટાર શ્રી બુદ્ધિ-વીર વાટિકા ખાતે મંગળવારે મોટા પાટે અહિંસા શાકાહાર મહોત્સવ તેમજ આયંબિલના લુખા-સુકા ભોજનનો સમારંભ યોજવામાં આવ્યું છે. દુધ,દહિં,ઘી તેલ,સાકર વગેરેથી રહિત એક ટંક ભોજન કરી આયંબિલ તપ કરનાર 2800થી વધુ સાધકો સહુની શાંતિ અને સદ્દબુદ્ધિ માટે પ્રાર્થના કરશે. આયંબિલ તપ કરી શકનાર લગભગ 7000 ભાવિકો ભોજન કરી અબોલ જીવો પ્રત્યે કરુણાં દાખવશે. મુનિ પદ્મવિમલ સાગરજીએ જણાવ્યું કે અહિંસા-શાકાહારને પ્રોત્સાહિત કરવા આંદોલનના બદલે અમે અભિયાન ચલાવીએ છીએ. આમ કરી હજારો લોકોને શાકાહારી બનાવવામાં સફળતા મળી છે.

ધર્મસભાને સંબોધના જૈનાચાર્યે વધુમાં જણાવ્યું કે, હિંસા દુ:ખ અને અશાંતિનો માર્ગ છે. ધર્મના નામે હોય કે હિંસા સહુને સર્વનાશ તરફ દોરી જશે. માંસની નિકાસ હોય કે કુર્બાની, હિંસાની વ્યાવકતા અર્થતંત્રને બરબાદ કરશે. પીવાના પાણીની અછત થશે, પર્યાવરણને ભારે નુકસાન થશે. હિન્દુ હોય કે મુસ્લિમ, શિખ હોય કે જૈન,બૌદ્ધ કોઇનું કાંઇ વળશે નહિં.ગયા વર્ષે બકરી ઇદના દિવસે 2 કરોડ નાના-મોટા પ્રાણીઓની કતલ કરવામાં આવી દરેક પ્રાણીની સરેરાશ કિંમત 10 હજાર રૂપિતા રહી હતી. 10 હજાર કરોડમાં તો આખા દેશના ગરીબ મુસ્લિમ બાળકોનુ ભલુ થઇ શક્તે! આટલી હિંસા અને આટલો ખર્ચ જોયા પછી કેમ માની શકાય કે દેશના મુસ્લિમ ગરીબ છેω હું હજારો મુસ્લિમભાઇઓના સંપર્કમાં છું. ઇસ્લામના અપમાનની નહિં તેમના હિતની વાત કરી રહ્યો છું.

ઈસ્લામનું અપમાન નહિ હિતની વાત કહેતા હોવાની જૈનમુનિની લાગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો