તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે સમિતિના શિક્ષકો શાળાના વર્ગખંડમાં ખુરશી રાખી શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે સમિતિના શિક્ષકો શાળાના વર્ગખંડમાં ખુરશી રાખી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વર્ગખંડમાં ખુરશી રાખવાના શાસનાધિકારીના પરિપત્રથી ભારે વિવાદ સર્જાયો હતો. ચારે તરફથી શિક્ષકોના વિરોધને પગલે અંતે વર્ગખંડમાં ખુરશી રાખવાના પરિપત્રને મોકુફ કરવામાં આવતાં શિક્ષકોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.

સમિતિના શાસનાધિકારી દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારે સુદઢ બને તેવા આશયથી દોઢ-બે મહિના અગાઉ તમામ શાળાઓમાં વર્ગખંડમાં ખુરશી રાખવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. જો કે વર્ગખંડમાંથી હટાવવાનાં પરિપત્રથી શિક્ષકોમાં અંદરો અંદર ભારે આક્રોશ ફેલાયો હતો. પરિપત્રને રદ કરવા અંગે નગર પ્રાથમિક શિક્ષણ સંઘ, કોંગ્રેસ પાર્ટી દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. શિક્ષકોના ભારે વિરોધને પગલે પરિપત્રની વિપરીત અસર પડી હતી. જેથી પરિપત્રની વિપરીત અસર શિક્ષણ પર પડે અને શૈક્ષણિક કાર્યની ગુણવત્તા યથા યોગ્ય જળવાઇ રહે તે હેતુથી હાલ પરિપત્રની અમલવારી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિપત્ર મોકુફ કરવામાં આવતા શિક્ષકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

ખુરશી હટાવવાના નિર્ણય બાદ હોબાળો મચતાં બદલાવ

શાસનાધિકારીના પરિપત્રને રદ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સંઘ, કોંગ્રેસ વગેરેએ અવારનવાર રજૂઆતો કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો