તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજા વિધિના બહાને 65 હજાર તફડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | કિન્નરબનીને આવેલા રાજકોટના બે યુવાનોએ વરાછામાં એક ઘરમાં ઘુસીને પૂજા વિધિ કરવાના બહાને રૂપિયા અને ઘરેણાં મળીને કુલ 65 હજાર રૂપિયાની મત્તા લઇને નાસી ગયાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાઇ છે.

વરાછાના ત્રિકમનગરમાં શ્રીજી નિવાસ ખાતે રહેતા ચંદ્રપ્રકાશ પરીખના ઘરે 5મી તારીખે બે કિન્નર આવ્યો ને તેમને માતાજી આવે છે અને તેઓ ઘરમાં પુજા કરશે તો દુ:ખો દુર થશે એવું આશ્વાસન આપ્યું હતું. ચંદ્રપ્રકાશ અને તેના ત્રણેક ઓળખીતા બંને કિન્નરની વાતોમાં આવી ગયા હતા. તેઓએ પુજાના બહાને રોકડા, ઘરેણાં મળીને કુલ 65 હજાર રૂપિયાની મત્તા લઇને નાસી ગયા હતા. ખટોદરા પોલીસે ઠગોને પકડી લેતાં ચંદ્રપ્રકાશ ઓળખ માટે ખટોદરા પોલીસ મથકમાં ગયા હતા. કિન્નર બનીને આ‌વેલા રાજકોટના બંને યુવકો હતાનંુ માલુમ પડતાં બંને આરોપી મહેશ પરમાર અને સંદિપ પરમાર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. બંને ઠગો 5 મી તારીખે દિલ્હી ગેટ પાસેના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો